કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ
અંકલેશ્વર શહેર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,જીનવાલા કંપાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામા ૭૩ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.પધારેલ દરેક મહેમાનોનું સ્વાગત એક વૃક્ષ દ્વારા કરવામાં આવ્યું.
ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે દરેકને હાકલ કરી કે એક વ્યક્તિ એક વૃક્ષનું વાવેતર કરે અને એની સાંભળ રાખે.તોજ આ પર્યાવરણને આપણે સાચવી શકીશું.ભરૂચના પનોતા પુત્ર પુર્વ વન મંત્રી શ્રી કેનૈયાલાલ મુન્શીને યાદ કરી કહ્યું હતું કે તેમણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતિ તૃપ્તિબેન જાની, નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નિતેન્દ્ દેવધરા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, વન અધિકારી શ્રીમતિ ઉર્વશીબેન પ્રજાપતિ,આર.એફ.ઓ. શ્રી ડી.વી. ડામોરજી હાજર રહ્યા.
