સુરત સુમુલ ડેરી ના ચેરમેન શ્રી માનસિંહ પટેલ દ્વારા પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવોમાં ચાલુ વર્ષે પાંચમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો ….

રિપોર્ટ ,મયુર પટેલ

સુમુલ ડેરી વ્યવસ્થાપક કમિટીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે પાંચમી વખત પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ભેંસ પ્રતિ કિલો ફેટે રૂ.૧૦. અને ગાય પ્રતિ કિલો ફેટે રૂ.૫ નો વધારો જાહેર કર્યો છે. શ્રી માનસિંહ પટેલે જણાવ્યું હતું કે સહકારીતાની ભાવના સાથે નફાની નહિ પરંતુ દૂધ ઉત્પાદકોને વધુને વધુ વળતર મળે તેવી ભાવના સાથે સમગ્ર નિયામક મંડળ કામ કરી રહ્યું છે. તેમાં વધુ એક વખત સમગ્ર સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલ દુધ સંઘ દ્વારા તા ૧-૦૯-૨૦૨૨ થી ભેંસના દુધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂા.૧૦ અને ગાયના ભાવોમાં પ્રતિ કિલો ફેટે રૂ|.૫ નો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આમ, દૂધના ભેંસના ખરીદભાવમાં પ્રતિ કિલોફેટે રૂા.૭૫૦ થી વધી. રૂ.૭૬૦ અને ગાયના ભાવમાં .રૂ.૭૩૫ થી વધીને રૂ.૭૪૦ આપવામાં આવશે.અગાઉ એપ્રિલ-૨૦૨૨ થી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ૪ વખત દૂધના ખરીદભાવમાં વધારો કર્યા બાદ આજે પાંચમી વખત પુનઃ સુમુલ દ્વારા દૂધના ખરીદભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયા બાદ પશુઆહારના ભાવમાં પ્રતિ કિલોના ભાવમાં રૂ..૨.૫૦ પૈસાનો વધારો કરાયો છે.પશુપાલકોના હિતાર્થે આ નિર્ણય કરવા માટે તમામ બોર્ડ ડીરેક્ટરશ્રીઓ તરફથી મળેલ સહકાર બદલ આભાર તેઓના સહયોગને કારણે દીર્ઘદ્રષ્ટિથી તથા કુનેહયુક્ત કરકસરપૂર્વકના અને પારદર્શક વહીવટ દ્વારા આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *