નેશનલ રસ્સા ખેંચ રમત સ્પર્ધામાં રાનકુવા શાળાના રમતવીરોને સિલ્વર મેડલ

રિપોર્ટ ,મયુર પટેલ

ભારતના યશસ્વ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વિઝન થકી ગ્રામ્ય વિસ્તારના આદિવાસી બાળકો પણ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે રાષ્ટ્રીય કક્ષા સુધી આદિવાસી બાળકોને તકો પ્રાપ્ત થઈ રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળામાં 95% આદિવાસી બાળકો અભ્યાસ કરે છ આ શાળા રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહી છે. સરકારી યોજના ના લાભ લઈને આદિવાસી બાળકોમાં રહેલી પ્રતિભા ને શાળાના આચાર્યશ્રી સંજય સિંહ પરમાર દ્વારા બહાર લાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય રસ્સાખેંચ એસોસિએશન યોજિત નેશનલ રસ્સાખેંચની સ્પર્ધાનું આયોજન તારીખ-૨૭/૦૮/૨૦૨૨ના રોજ મુંબઈ ખાતે થયું હતું. જેમાં સમગ્ર ગુજરાત માંથી ઉત્કૃષ્ટ રમતવીરોની પસંદગી થઇ હતી. જેમાં ટીમના ૯ ખિલાડી પૈકી ચીખલી તાલુકાના રાનકુવા ગામની શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળાના બે ખિલાડી 1.પટેલ ધ્રુમીલ મુકેશભાઈ 2. ગિરી અમિત હંશરાજ પસંદગી પામી મુંબઈ ખાતે ગુજરાત ટીમ દ્વારા રસ્સા ખેંચ રમત રમવા માટે ગયા હતા. જેમાં ગુજરાની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતને સિલ્વરમેડલ (સેકન્ડ પ્લેસ) અપાવ્યો હતો. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. અને શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ના રમતવીરો ટીમ મા રહી ઉમદા કૌશલ્ય બતાવી રમત દરમિયાન સારો દેખાવ કર્યો, જેની ગુજરાત રાજ્ય રસ્સાખેંચ એસોસિએશન તથા નવસારી જિલ્લાના પદાધિકારીઓ , અધિકારીઓ, અને નવસારી જિલ્લાની પ્રજાએ નોંધ લીધી હતી. જે શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળા માટે ગૌરવની વાત છે. તમમા ટીમ ખિલાડીઓને તથા શાળાના રમતવીરોને શાળાના આચાર્યશ્રી શ્રી સંજય સિંહ .ડી. પરમાર તથા શાળા પરિવારે અભિનદન પાઠવ્યી હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *