મુન્દ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉજવાયો પ્રવેશોત્સવ

અત્રેની આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં 250 જેટલા વિદ્યાર્થીઓ પ્રેવેશ મેળવતા તેમને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવીને ઉત્સાહભેર આવકાર આપી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિતો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કોલેજના પ્રિન્સીપાલ ડો. દીપકભાઈ ખરાડીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.


મુખ્ય મહેમાન આર.ડી. ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે પોતાના કોલેજ કાળના સંસ્મરણો તાજા કરી વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે પ્રયાણ કરવાની શીખ આપી હતી. પ્રાધ્યાપક ડો. દેવેન્દ્રસિંહ જાડેજાએ કોલેજ અંગે જાણકારી આપી માર્ગદર્શન આપ્યું હતું.


સાંસ્કૃતિક સમિતિના પ્રા. જ્યોતિકાબેન આહીર, પ્રા. કાનજી ગઢવી, પ્રા. અફસાનાબેનના માર્ગદર્શન હેઠળ કોલેજના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, ગાયન, તલવાર રાસ જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સફાઈ સમિતિના પ્રા. કોમલબા ચુડાસમા તેમજ અન્ય વિદ્યાર્થીઓએ સમગ્ર કોલેજને સ્વચ્છ કરી સુશોભિત કરી હતી.


સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રા. કવિતાબા ઝાલા, પ્રા. પ્રીતિબેન બળીયા, પ્રા. ઝૈનબબેન મોરાણી, પ્રા. મટાણી, કોમલબેન જોશી, રોમાબેન તથા કાજલબેને જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હીના પટેલ, નીતુ રાજપુત તથા રાજ ગઢવીએ સંભાળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *