વડોદરા હેડ પોસ્ટ ઓફિસમાં પાર્સલ પેકેજિંગ યુનિટનો પ્રારંભ

ભારતમાં વધતાં જતાં ઇ-કોમર્સ અને ઓનલાઇનના અનુસંધાનમાં ભારતીય ડાક વિભાગ ધ્વારા કુરિયર, એક્સપ્રેસ અને પાર્સલ (સી.ઇ.પી) માર્કેટમાં પોતાની ભાગીદારી વધારવાના હેતુથી નૂતન પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે વિભાગની પાર્સલ પેકેજિંગ પોલિસી અંતર્ગત આજે  ગુજરાત સર્કલમાં દક્ષિણ ગુજરાત વિભાગમાં વડોદરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે   પોસ્ટ માસ્ટર જનરલ શ્રીમતી પ્રીતિ અગ્રવાલ દ્વારા  પાર્સલ પેકેજિંગ યુનિટ (પી.પી.યુ )નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

            નાના પાર્સલને ટેમ્પર એવિડન્ટ રેપર/ બેગમાં પેકિંગ કરી આપવામાં આવશે. તૂટી જાય તેવી વસ્તુ જેવી કે કાચ , સિરામિકને બબલ રેપર સાથે બોક્સમાં પેક કરવામાં આવશે. પાર્સલના સખત/ટાઈટ  પેકિંગ માટે પાર્સલ પેકિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.ગ્રાહકો ની સુવિધાનાને ધ્યાનમાં રાખીને  પેકેજિંગ મટિરિયલના ખરીદ કિમંતને પેકિંગ ચાર્જ તરીકે લેવામાં આવશે અને પેકેજિંગ માટે માત્ર રૂપિયા ૧૦ સર્વિસ ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ચાર્જની ચુકવણી ડીઝિટલ યુ.પી.આઈ ધ્વારા પણ કરી શકાશે.

            આ યુનિટથી પાર્સલ અને મેલિંગ નું કંપલીટ સોલ્યુશન આપવામાં આવશે જેમાં ભારતીય ડાક વિભાગ દેશની અંદર સ્પીડ પોસ્ટ સેવા ધ્વારા પાર્સલના વિતરણ ની સેવા પ્રદાન કરે છે. જેમાં ૫૦૦ ગ્રામનું પાર્સલ દેશમાં કોઈ પણ જગ્યા પર માત્ર રૂપિયા ૬૦ થી લઈને રૂપિયા ૧૧૮ માં બુક થાય છે. વ્યવસાયો માટે બીઝનેશ પાર્સલની સેવા ઉપલબ્ધ છે જેમાં  બે કિગ્રા પાર્સલનો દર રૂપિયા ૧૩૫ સુધી હોય છે અને માસિક રૂપિયા ૫૦,૦૦૦/- થી વધુનું બુકિંગ કરવા પર ૭ ટકાથી લઈને ૨૦ ટકા સુધીનું વળતર આપવામાં આવે છે.  ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ હેઠળ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, યુ.એસ.એ જેવા દેશો માટે ૫૦૦ ગ્રામના પાર્સલ રૂપિયા ૬૦૦ થી રૂપિયા ૧૧૦૦ માં બુકિંગ થાય છે.આગામી સમયમાં નોકરિયાત વર્ગની સુવિધા માટે પાર્સલની વહેચણી રવિવારના રોજ પણ વડોદરા શહેરમાં કરવામાં આવશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM