વૈશ્વિક મહામારી કોરોના ના સમયમાં ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વોકલ ફોર લોકલ નો મંત્ર આપી અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાવા દેશવાસીઓને આહ્વાન કંર્યુ છે. ત્યારે કચ્છના કારીગર મહિલા ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારીએ માન. પ્રધાનમંત્રીશ્રી ના આહ્વાન થી પ્રેરિત થઈ તેમના સ્ટાર્ટ અપ કારીગર ક્લિનિક મારફતે લોકલ પ્રોડક્ટ બોકસ તૈયાર કર્યું છે, જેમાં સ્થાનિક કારીગરો દ્વારા કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી છે, આજરોજ મારા લોકસંપર્ક કાર્યાલય ભુજ મધ્યે પાબીબેન અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ લોકલ પ્રોડક્ટ બોક્સ નિહાળ્યું હતું.
