૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે એસ.એસ.ટી.ની ટીમો દ્વારા વાહનોનું સઘન ચેકિંગ

ગુજરાત વિધાનસભાની ૧૮૧-કપરાડા (અ.જ.જા) મતવિસ્‍તારની પેટા ચૂંટણી તા.૩/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણી ભારતીય ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા સાથે ન્‍યાયી અને નિષ્‍પક્ષ રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર કાર્ય કરી રહ્યું છે. ૧૮૧-કપરાડા વિધાનસભા મત વિસ્‍તારની આંતરરાજ્‍ય સહિતની સરહદો ઉપર એસ.એસ.ટી.ની ટીમો દ્વારા સતત અને સઘન રીતે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટીમ દ્વારા રાત્રિ દરમિયાન પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *