

વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન અનિવાર્ય -મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ વિભાગ મોરબીની સમીક્ષા બેઠક પીજીવીસીએલ કચેરી મોરબી ખાતે યોજાઇ હતી.મોરબી પીજીવીસીએલ વિભાગની કામગીરી તથા પ્રગતિ અહેવાલ અને આગામી આયોજન અંગેની સમીક્ષા બેઠક રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ કચેરી ખાતે તાજેતરમાં યોજાઈ હતી.આ બેઠકમાં મંત્રીશ્રીએ પીજીવીસીએલ વિભાગની કામગીરીનો ચિતાર મેળવી જણાવ્યું હતું કે, મોરબી પીજીવીસીએલની કામગીરી ખૂબ સારી છે. વધુમાં શનાળા તથા વાવડી ડિવિઝન હેઠળ વાડી વિસ્તારમાં વીજળી જોડાણો, મોટી બરાર સબ સ્ટેશન, નારણકા, ઘાંટીલા, ચકમપર વગેરે અંગેની વિવિધ રજૂઆતો અન્વયે ઝડપી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.વધુમાં વરસાદી સીઝન પૂરી થતાં ખેડૂતોને વીજળીની મુખ્ય જરૂર પડશે ત્યારે તેમને પૂરતા વીજ દબાણ સાથે વીજળી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવા પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી. ઉપરાતં નવરાત્રીના પર્વ અન્વયે પણ સુચારૂ વીજ માળખું જળવાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી. એ.ઝાલા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબીયા,અગ્રણી સર્વેશ્રી જીગ્નેશભાઈ કૈલા, કે.કે. પરમાર, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટના જી.એમ. ફાઇનાન્સશ્રી કે.એસ. મલ્કાન, પીજીવીસીએલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરશ્રી બી.આર. વડાવિયા, મોરબી ડિવિઝન-૧ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રી પી.પી.બાવરવા, મોરબી ડિવિઝન-૨ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રી જે.સી. ગોસ્વામી સહિત પીજીવીસીએલ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.