
વિશ્વ માં જેઓ ભારત ના વડા પ્રધાન તરીકે સુપ્રસિધ્ધ નામના ધરાવે છે તેઓના ૭૨ માં જન્મ દિવસ નિમિતે શુભેચ્છા કાર્યક્રમ ચીફ પેટર્ન શ્રી હિતેશ પંડ્યા સાહેબ ના સંપર્ક થી શ્રી પી કે સિંઘ સાહેબ ના સૌજન્ય થી સેક્ટર ૨૪ ખાતે સેવા વસ્તી માં ૭૨ અનાજ ની કીટ ઘી તેલ ઘઉં અને ચોખા સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં દિપ પ્રકટયા પ્રમુખ શ્રીમતી વિમલા બેન યાદવ ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ, પત્રકાર ન્યૂઝ આપણું અમદાવાદ ના શ્રી મહેશ ભાઇ આસોડિયા અને શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ માં શ્રી કલ્પેશ ભાઇ પરમાર ડીરેક્ટર, શ્રી લાલસિંહ, શ્રી પ્રવીણભાઈ રામી શ્રી કેશવ લાલ ત્રિવેદી રાધેજા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ શ્રીમતી વિમલા બેન યાદવ સેક્રેટરી શ્રી પિયુષ ભાઇ સોલંકી, ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા લોકો ને કીટ વિતરણ કરવામાં આવી હતીઆ કાર્યક્રમ માં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક દ્વારા આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે “ગુજરાત નો નાથ” કવિતા ગુજરાતી માં પ્રસ્તુત કરવામાં આવી હતીઆ કાર્યક્રમ માં બાળકોને અને મોટા લોકોને લાડું ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નામ લખી ક્રમ મુજબ લોકોને સ્ટેજ પાસે બોલાવી કીટ વિતરણ કરવામાં આવી હતી. સ્થાનિક કાર્યકરો એ ખૂબ સહકાર આપ્યો હતો.