વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ને જન્મ દિન નિમિત્તે દીર્ઘાયુ માટે જિલ્લા આયોજન અધિકારી દ્વારા શામળાજી મંદિરે મહાપૂજા

સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશ દુનિયામાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારે એમના દીર્ઘાયુ માટે અનેક કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા છે અત્યાર સુધીના ઇતિહાસ મા સમગ્ર વિશ્વમાં ક્યારેય કોઈ દેશના વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં સામાજિક સેવા સહિત રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી જે ગુજરાત સહિત સમગ્ર દેશની જનતા જનાર્દન માટે ગૌરવરૂપ કહી શકાય .કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જેમા નરેન્દ્રભાઇ મોદીનું વિશેષ અને વિશિષ્ઠ યોગદાન ના રહ્યું હોય સાચેજ આવા મહાન પુરુષ સદીમાં કોઈક જ જન્મ લેતા હોય છે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ દેશ માટે જ નહિ હવે તો દેશ દુનિયા માટે મહામૂલી સંપતિરૂપ છે એમના દીર્ઘાયુ માટે સૌ કોઈ પ્રાર્થના કરે તે સ્વાભાવિક છે.આજના શુભ દિને સમગ્ર ગુજરાતમાં જિલ્લા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી તરીકે આગવી ઓળખ ઉભી કરીને જિલ્લાની જાહેર જનતા સહિત વહીવટી તંત્ર તેમજ ચુંટાયેલા પદાધિકારીઓ સહિત રાજ્ય મા સરકારશ્રી કક્ષાએ પણ કામ કરવાની વહીવટી કુનેહ ક્ષમતા ધરાવતા રાષ્ટ્રપ્રેમી અને સતત કાર્યરત રહી સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું સમયસર અમલીકરણ કરાવી

આમ જનતામાં રાજ્ય સરકારશ્રી ની સારી છાપ વધારે સારી થાય તે માટે સતત પ્રયત્નશીલ ઉત્સાહી અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ પણ શામળાજી વિષ્ણુ મંદિરે મહાપૂજા કરીને જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્ર ને દેશ દુનિયામાં ગૌરવ અને નામના અપાવનારા અને જેમનું નામ લેતા ગૌરવ સાથે સૌ કોઈની છાતી ગજ ગજ ફૂલવા લાગે એવા પરમ આદરણીય એવા આપણા દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે તંદુરસ્તી માટે એમના અમરત્વની કામના અર્થે દીર્ઘાયુ યજ્ઞ નું આયોજન પવિત્ર યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર પરિસર ખાતે 17/09/2022 ના રોજ બપોરે 2 વાગ્યા થી 6 વાગ્યા સુધી મહાપૂજા કરી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *