
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગાંભુ ગામમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળવાના સમાચાર સમગ્ર ભારતમાં ચર્ચામાં છે. ત્યારે 18મી સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ, શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ, ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ, અરુણકુમાર સાધુ, પૂર્વ ડિરેક્ટર ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગાંધીનગર, કલ્પેશભાઈ પરમાર, મહામંત્રી શ્રી 135 પાટણવાડા વણકર સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ મહેસાણા વગેરે ગામ બેચાજી તાલુકાના ગાંભુ ગામ કે જ્યાં આજથી દસ-બાર દિવસ પહેલા કાતિજી ઠાકોરના ઘર આગળ સંડાસ બાથરૂમ બનાવવા માટે 10 ફૂટ સુધી કૂવા માટે કરાયેલ ખોદકામ દરમિયાન તથાગત ભગવાન બુદ્ધની કાળા પથ્થર અને બે સફેદ પથ્થર જેમાં ખંડિત મૂર્તિ મળી આવી હતી, તેવું પડોશમાં રહેતા ચમનભાઈ બબલદાસ રાવળે પુછપરછ દરમિયાન જણાવ્યું હતું.તેમનું ઘર પણ બાજુમાં જ છે. જ્યાંથી મૂર્તિઓ નીકળી છે ત્યાં ગામના ઠાકોર સમાજ અને સ્થાનિક રાવળ સમાજ ના મહોલ્લા પાસે છે, ચમનભાઈ રાવળે વાતચીત દરમિયાન જણાવ્યું કે કાતિજી ઠાકોરના ઘર ખાળકુવાના 10 ફૂટના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. .મોટી કાળા રંગની અને ત્રણ સફેદ રંગની મૂર્તિઓ નીકળી હતી, તે સમયે ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બધા લોકો ભગવાનની મૂર્તિઓ જોવા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, ગામના સરપંચ કલ્પેશ મિસ્ત્રી અને પોલીસ આવ્યા પછી, ગામમાં આવેલા જૈન મંદિરના પુજારી પણ આવ્યા હતા, ભગવાન બુદ્ધની મળી આવેલ ચારેય વજનદાર પૌરાણિક મૂર્તિઓને જેસીબી મશીનથી બહાર કાઢીને હાલમાં આ ચારેય મૂર્તિઓને જૈન મંદિરના મંદિર પરિસરમાં પુજા પાઠ વિધિ સાથે કસ્ટડીમાં રાખવામાં આવી છે, સમસ્ત ટીમ જૈન મંદિર ખાતે પહોંચીને દર્શન કરેલ તથા અને ચારેય મુર્તિ ઓ વિશે વધુ માહિતી ઉપસ્થિત ગાંભુ ગામના સરપંચ.કલ્પેશ મિસ્ત્રી (મો. 989844533 ) સાથે વાત કરી અને વિડિયો ગ્રાફી પણ કરી હતી જૈન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ ચારેય મૂર્તિઓ તથાગત ભગવાન બુદ્ધની નથી પરંતુ આ ભગવાન મહાવીરની મૂર્તિઓ છે, પરંતુ ગામના સરપંચે આવો કોઈ નક્કર દાવો કર્યો નથી. સંરપંચ શ્રી એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે પંચાયત દ્વારા આ અંગે મામલતદાર શ્રી બહુચરાજી ને સત્વરે જાણ કરવામાં આવી છે. ભારતીય બૌધ્ધ સંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી પ્રહલાદભાઈ ચોહાણ એ જણાવ્યું હતું કે આમાં ધાર્મિક વિવાદ કરવાની જરૂર નથી, સરકાર તપાસ કરે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, સરપંચ કલ્પેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હજુ પણ જમીનનું ખોદકામ બાકી છે. ત્યાં વધારે ખોદકામ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ કે અન્ય વસ્તુઓ બહાર આવે તેવી શક્યતાઓ છે. ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ના પૂર્વ ડિરેક્ટર અરૂણકુમાર સાધુ એ કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાત પુરાતત્વ વિભાગ અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ જગ્યા ની જમીનના ગર્ભગૃહનું વધુ ખોદકામ કરી મૂર્તિઓ કે વસ્તુઓને બહાર કાઢવા માટે સત્વરે રજુઆત કરવામાં આવશે. સત્વરે ઉત્ખનન કરવામાં આવે તેવી અમારી સરકાર પાસે માંગ છે. પુરાતત્વ વિભાગના તજજ્ઞો જ નક્કી કરશે કે આ મૂર્તિઓ તથાગત ભગવાન બુદ્ધની છે કે ભગવાન મહાવીરની.જેથી તેના સંશોધનથી કોઈ પણ પ્રકારનો ધાર્મિક વિવાદ ઊભોના થાય તેવી અમારી લાગણી છે. અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ છે કે આ મૂર્તિઓ ગામના જૈન મંદિરની કસ્ટડીમાં છે, ત્યાંથી. સરકારે તેને સત્વરે પોતાની કસ્ટડી મા લઇ ને સરકારી સંગ્રહલાય ખાતે મૂકવી જોઈએ, અમે માનીએ છીએ કે આ ચાર મૂર્તિઓ તથાગત ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે.