ગાંધીનગરનાં કુડાસણમાં બર્થડે પાર્ટીની ઉજવણી સમયે છોકરી બાબતે મિત્રોએ ધોકા ફટકારી કારમાં તોડફોડ કરી

ગાંધીનગરનાં કુડાસણમાં બર્થડે પાર્ટીની ઉજવણી સમયે છોકરી બાબતે મિત્રોએ ધોકા ફટકારી કારમાં તોડફોડ કરી


ગાંધીનગર
ગાંધીનગરના કુડાસણ ખાતે ખેતરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરવા એકઠા થયેલા મિત્રો વચ્ચે છોકરી બાબતે શાબ્દિક યુદ્ધ થયા પછી ધિંગાણું સર્જાયું હતું. અમદાવાદથી બર્થડે પાર્ટી ઉજવવા આવેલા યુવકને ગાંધીનગરના યુવાનોએ ગિફ્ટની જગ્યાએ ધોકાઓનો વરસાદ વરસાવી ઢોર માર મારતા બન્ને હાથે ફ્રેક્ચર થયું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આયોજનનગરમાં રહેતો નિકુંજસિંહ વિજયસિંહ વાઘેલા વિંજાેલ ગામ એસપી રીંગરોડશાલીન હાઈટસ ખાતે શ્રી મહાકાલ ફાયનાન્સ નામની દુકાનમાં નોકરી કરે છે. રાત્રીના સમયે નિકુંજ તેના મિત્ર રોનક રાણાનો બર્થડે હોવાથી અન્ય એક મિત્ર રાજ રાઠોડ સાથે કાર લઈને ગાંધીનગર આવ્યા હતા. અહીં તેમનો કોમન મિત્ર વિપુલ ઠાકોર કુડાસણ પેટ્રોલ પંપ પાસેના એક ખેતરમાં લઈ ગયો હતો. ચારેય મિત્રો બર્થડે પાર્ટીની ઉજવણી કરી કરી રહ્યા હતા. એ વખતે વિપુલ અને રોનક વચ્ચે છોકરી બાબતે બોલાચાલી થઈ હતી. જેથી નિકુંજ અને રાજ બંનેને સમજાવવા લાગ્યા હતા. જાેકે, વિપુલ અને રોનક વચ્ચે ગાળાગાળીનું શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને વિપુલે ફોન કરી તેના બે મિત્રોને બોલાવી લીધા હતા. જેથી ત્રણેય જણા લાકડાના ધોકા હાથમાં લઇ મારવા જતાં રાજ અને રોનક ભાગી ગયા હતા. પણ નિકુંજ હાથમાં આવી જતાં ત્રણેય જણાએ ધોકાનો વરસાદ વરસાવી ઢોર માર માર્યો હતો. બાદમાં ત્રણેય હુમલાખોર ખેતરની બહાર નીકળીને રાજની કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. નિકુંજ જેમતેમ કરીને રોડ ઉપર આવ્યો હતો. જ્યાં કોઈ રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર અર્થે સિવિલ મોકલી આપ્યો હતો જ્યાં તેને પીઠના ભાગે આશરે ૧૫ થી ૨૦ ઉજરડાના નિશાનો,બંને હાથે ફ્રેક્ચર થયાની સારવાર શરૂ કરાઈ હતી. આ ઝગડામાં નિકુંજનો આઈફોન, આશરે અઢી તોલાની સોનાની ચેઈન તથા ડાબા કાને ભરાવેલ આશરે બે ગ્રામની સોનાની કડી પણ પડી ગઈ હતી. આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડે જણાવ્યું હતું કે, બર્થડે પાર્ટી ઉજવવા યુવાનો ભેગા થયા હતા. જ્યાં છોકરી બાબતે માથાકૂટ થતાં ત્રણ જણા ધોકા લઈને તૂટી પડ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM