
મહાનગરના ૧૧ વોર્ડમાં ૧૩ સ્થાનોએ ૨૨૦૦થી વધુ દીકરીઓનું હિમોગ્લોબીન લેવલ ચકાસવામાં આવ્યું.

હિમોગ્લોબિનની ઉણપ જણાતી દીકરીઓને ૩ મહિના માટેની આયર્ન ટેબ્લેટ વિતરિત કરવામાં આવી.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૨૧ સપ્ટેમ્બર, બુધવારના રોજ મહાનગર ભાજપના મેડિકલ સેલ અને મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો હતો. મહાનગરના ૧૧ વોર્ડમાં કુલ ૧૩ સ્થાનોએ આયોજિત કેમ્પમાં ૨૨૦૦થી વધુ દીકરીઓનું હિમોગ્લોબીન લેવલ ચકાસવામાં આવ્યું હતું. હિમોગ્લોબિનની ઉણપ જણાતી દીકરીઓને ૩ મહિના માટેની આયર્ન ટેબ્લેટ વિતરિત કરવામાં આવી.
