
પ્રધાનમંત્રીશ્રીના સુરત ખાતેના આગમનને ઐતિહાસિક બનવવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાજપ , સુરત મહાનગર સંગઠનની અગત્યની બેઠકનું આયોજન .

તારીખ ૨૯ સપ્ટેમ્બર , ગુરુવારના રોજ ભારતના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જયારે સુરત ખાતે પધારી રહ્યા છે અને આપશ્રીના કરકમળથી સુરત ખાતે ૩૪૭૨ કરોડના ખર્ચે ૫૯ જેટલા વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાદ્યમુરહત થવાનું છે અને બે કિલોમીટર જેટલો રોડ શો યોજાવાનો છે તયારે આ પ્રસંગને ઐતિહાસિક બનાવવા આજ રોજ તારીખ ૨૩ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ભવન કાર્યાલય ખાતે ભાજપ , સુરત મહાનગર સંગઠનની અગત્યની બેઠક યોજવામાં આવી હતી .

તારીખ ૨૫ સેપ્ટમ્બર ના રોજ શ્રધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથીના દીને ભાજપ યુવા મોરચા , સુરત મહાનગર દ્વારા મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેને ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ ઝંડો ફરકાવી આ દોડનું પ્રસ્થાન કરાવશે .

આ પ્રસંગે સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા દ્વારા આ પ્રસંગને ખૂબ જ મોટા પ્રમાણમાં સફળ બનાવવા માટે યુવા મોરચા તથા મહિલા મોરચાને હાકલ કરવામાં આવી હતી . સાથે તેમણે સર્વ કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રીશ્રીની સભામાં મિત્રમંડલ , શુભેચ્છકો સાથે મોટા પ્રમાણમાં પધારે .

આ પ્રસંગે ભાજપ , સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંઝમેરાજીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને દિવ્ય બનાવવા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યા છે .
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે જહાં બલિદાન હુએ મુખર્જી વો કાશ્મીર હમારા હૈ તે સૂત્રને સાર્થક કરતા ૩૭૦ અને ૩૫ એ ની કલમ નાબૂદ કર્યા પછી પ્રથમ વખત પ્રધાનમંત્રીશ્રી સુરત ખાતે પધારી રહ્યા છે તયારે લાખોની સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી .

આ કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે તે નીલગીરી ગ્રાઉન્ડ જે વિધાનસભામાં આવ્યો છે તે લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા પણ આ કાર્યક્રમને ના ભુતો ના ભવિષ્યતિ જેવો બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું .
ઉપરોક્ત પ્રસંગે ભાજપ સુરત મહાનગરના સંગઠન પદાધિકારીશ્રીઓ, વિવિધ ધારાસભ્યશ્રીઓ ,સુરત મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ , કોર્પોરેટરશ્રીઓ , આગેવાન કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .
