
તાજેતરમાં કલોલ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય અને વેડા પ્રાથમિક શાળામાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા માર્શલઆર્ટ્સનું પર્ફોમન્સ યોજાયું હતું અને સાથે સ્વરક્ષણ અને સલામતી જાગૃતિ નો સેમિનાર યોજાવામાં આવ્યો હતો. આ સ્વરક્ષણ અને સલામતી જાગૃતિનાં સેમિનારમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે, કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ વિશે સ્કૂલના બાળકો અને દિકરીઓને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા સ્વરક્ષણ વિશે માહિતી આપી બાળકો અને દિકરીઓમાં જાગૃતિ લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું અને પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા તરફથી શ્રી સરસ્વતી વિદ્યાલય અને વેડા પ્રાથમિક શાળામાં રમત-ગમત નાં સાધનોની કીટ આપવામાં આવી હતી. શ્રી સરસ્વતી વિદ્યાલય સ્કૂલના આચાર્ય ચંદુભાઇ જીવીદાસ પટેલ, સંયોજક અને શિક્ષક કનુભાઇ પ્રજાપતિ, વેડા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન ચૌધરી અને ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણીએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
