


શૈશવ રાવ રાજપીપળા
પ્રખર રાષ્ટ્રવાદી તથા પ્રેરણાસ્ત્રોત વંદનીય પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી Ghanshyambhai Patel જીની વિશેષ ઉપસ્થિતિમાં અને ભાજપા ડૉક્ટર સેલના અધ્યક્ષસ્થાને નાંદોદ વિધાનસભાના પાટણાની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
અહીં 700થી વધુ દર્દીઓએ મફત સારવાર તથા ચેકઅપનો લાભ પ્રાપ્ત કર્યો અને 150 લોકોને આંખોની તપાસ કરીને ચશ્મા આપવામાં આવ્યા.
આ પ્રસંગે જિલ્લા ભાજપાના હોદ્દેદારો, આગેવાનો તેમજ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.