રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક કુત્રિમ અંગ શિબિર

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા ઉદેપુર ની નારાયણ સેવા સંસ્થાન ના સહયોગ થી અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટે મુલ્યે કુત્રિમ અંગો ના માપ શિબિર યોજાય હતી જેમાં 290 જેટલા દિવ્યાંગો એ શિબિર નો લાભ લીધો હતો રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે રવિવાર ના રોજ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે . ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી દિવ્યાંગજનો માટે કુત્રિમ અંગો ના માપ તેમજ નિઃશુલ્ક તપાસ અને ઓપરેશન માટે ની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં દિવ્યાંગો ના ઓપરેશન માટેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો સાથે જ કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 290 જેટલા દિવ્યાંગજનો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. વિકલાંગો માટે કુત્રિમ અંગો તૈયાર થઈ ગયા બાદ તેઓને વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે. આ શિબિરમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ,, રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી સેક્રેટરી પંકજ ભરવાડા ,તેમજ નારાયણ સેવા સંસ્થાન ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *