કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં આવેલ ચંપાબા પટેલ ટાઉનહોલ ખાતે રવિવારે ભાજપ ડોક્ટર સેલના સહયોગથી મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો

કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં આવેલ ચંપાબા પટેલ ટાઉનહોલ ખાતે રવિવારે ભાજપ ડોક્ટર સેલના સહયોગથી મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો . કેમ્પમાં સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી હતી .કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 ના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવીરહી છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મેહસાણા ના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ ના માર્ગદર્શન થી કડી એ.પી.એમ.સી અને કડી નગરપાલિકા ના સહિયોગથી કડી શહેરના ચંપાબા પટેલ ટાઉનહોલ ખાતે રવિવારે ભાજપ ડોક્ટર સેલના સહયોગથી મેગા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો . કેમ્પની અંદર કડી શહેરના નામાંકિત ડો.આનંદ પટેલ ( ફિઝિશિયન ) , ડો.જીગ્નેશ પટેલ ( જનરલ સર્જન) , ડો.માર્કડ સુથાર ( ડેન્ટલ ) , ડો.પ્રકાશ પટેલ ( ઓર્થોપેડિક ) , ડો.જીગ્નેશ હાલાણી ( ગાયનેક ) , તેમજ કડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ સ્ટાફ તેમજ વિવિધ ડોકટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી . ભાજપ દ્વારા યોજવામાં આવેલા આ મેગા મેડીકલ કેમ્પની અંદર સવારથી દર્દીઓની ભીડ જોવા મળી રહી હતી . મેડીકલ કેમ્પમાં 1000 થી વધારે દર્દીઓને વિનામૂલ્યે ડોક્ટરો દ્વારા તપાસ કરી આપવામાં આવી હતી . તેમજ વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી . ભાજપ દ્વારા યોજવામાં આવેલ કેમ્પમાં ભાજપના જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ , મહામંત્રી શૈલેષભાઇ પટેલ , એ.પી.એમ.સીના ચેરમેન રાજેન્દ્ર પટેલ , પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ , વીએચપીના દિનેશભાઈ પટેલ , જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ચિરાગ પટેલ , શહેર ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ , મહામંત્રી પારસ કણિક , કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાર , નિલેષ નાયક , અરવિંદ પંડ્યા, કડી તાલુકા મહામંત્રી કિરીટભાઈ પટેલ, શૈલેષજી ઠાકોર, બક્ષીપંચ મોરચાના વિશાલભાઈ પ્રજાપતિ, અ.જા મોરચાના પ્રમુખ અમ્રતભાઈ શ્રીમાડી, ઉપપ્રમુખ લાલાભાઇ સેનામાં તેમજ કડી શહેરના યુવા મોરચાના કિન્તુ પટેલ , નિગમ પટેલ , બિપીન પટેલ , નિગમ પટેલ ,પિનાકીન પટેલ, તારક પટેલ , મૌલિક પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહી કેમ્પ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM