ગવર્ન્મેન્ટ પોલિટેક્નિક કોલેજમાં “વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિ” નાં વિષય પર સેમિનાર યોજાયો

ગાંધીનગર ખાતે ગવર્ન્મેન્ટ પોલિટેક્નિક કોલેજમાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા માર્શલઆર્ટ્સનું પર્ફોમન્સ યોજાયું હતું અને સાથે વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિનાં વિષય પર સેમિનાર યોજાવામાં આવ્યો હતો. આ વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિનાં સેમિનારમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે, પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, કંઈ વસ્તુઓનો ઉપયોગ કરવો અને અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું એ વિશે કોલેજનાં વિદ્યાર્થીઓને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા માહિતી આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું અને પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા ગવર્ન્મેન્ટ પોલિટેક્નિક કોલેજ દ્વારા ઇ.સી વિભાગના એચઓડી શ્રી આર.ડી.રઘાણી નાં વરદહસ્તે ટેક્વોન્ડો એક્સપર્ટ જતીન દવે અને ટેક્વોન્ડો માસ્ટર મિલાપ ટાટારિઆને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગવર્ન્મેન્ટ પોલિટેક્નિક કોલેજના પ્રિન્સિપલ જે.ટી. પાટનકર, જીમખાનાનાં કો-ઓર્ડિનેટર એમ.જે. દહેલવી, ઇવેન્ટ કો-ઓર્ડિનેટર વી.પી. જરીવાલા અને જે.બી. મહેતાએ દરેક વિદ્યાર્થીઓનો, ઉપસ્થિત મહેમાનશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને અમિતભાઇ વૈષ્ણવ નાં વિશેષ સહયોગથી વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિનો સેમિનાર સરળ રીતે સફળ થયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *