
STRENGTHENING ACCESS AND AWARENESS OF HEALTH IN HANSOT (SAAHAS/સાહસ) અન્વયે સંયુક્ત મુલાકાત સરપંચ સાથેના કાર્યક્રમનું આયોજન કરાયું


મહાનુભવોના હસ્તે ‘સ્વસ્થ સફરનો સાથી’ બુકલેટનું અનાવરણ અને પોષણકીટનું વિતરણ કરાયું

*લોકો સાથે મળીને કામ કરવું એ વધુ સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રાપ્ત કરવા અને આપણા રાષ્ટ્રની ભાવિ પેઢીઓને સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. – શ્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર ધારાસભ્ય *

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભરૂચના હાંસોટ સ્થિત ઈન્દ્રશિલ કાકા- બા હોસ્પિટલ ખાતે ઈશ્વરસિંહ પટેલના અધ્યકસ્થાને સંયુક્ત મુલાકાત સરપંચો સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, અંકલેશ્વર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શહેર જેવી સારી પાયાની સુવિધા ગ્રામકક્ષાએ મળી રહી છે. સરકાર ઈન્ફાસ્ટકચર પાછળ અધધ ખર્ચ કરી રહી છે તે સાથે સાથે પ્રઘાનમંત્રીની દીર્ઘદ્રસ્ટ્રીને કારણે સોશ્યલ ડેવલોપમેન્ટ પાછળ પણ સરકાર જાગૃત બની પોષણસક્ષ સમાજ બનાવવા તરફના પ્રયાણ માટે પોષણ અભિયાનની ઉજવણી કરી રહી છે. હાલ ચાલતા પોષણ અભિયાનામાં ખભેખભા મિલાવી ગ્રામ્યકક્ષાએ ચાલતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કરી રાસાયણિક ખેતી તરફથી વિમૂખ થઈ પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે, વધુમાં કાકા – બા હોસ્પિટલ અને કલા બુધ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વતી ચાલતા પ્રોજેક્ટ સાહસની કાર્યશૈલીને બિરદાવી હતી. લોકો સાથે મળીને કામ કરવું એ વધુ સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રાપ્ત કરવા અને આપણા રાષ્ટ્રની ભાવિ પેઢીઓને સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમ કહી હાંસોટ તાલુકાના સરપંચોને પ્રોજક્ટ સાહસ અને આઈસીડીએસની કામગીરીમાં મદદરૂપ થવા હાંકલ કરી હતી.

