
રિપોર્ટ : ચિરાગ પાંડેય
પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહની આગેવાનીમાંવડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિદેશ મંત્રીશ્રી.એસ.જયશંકર તથા ૬૦ દેશોના એમ્બેસેડર્સનું ભવ્ય સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા . આજે આખો દિવસ વડોદરામાં રહશે વિદેશમંત્રીશ્રી. એસ.જયશંકર,વડોદરા નવરાત્રી કાર્યક્રમમાં ભાગ લેશે. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે બપોરે લંચનું આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રે લક્ષ્મી વિલાસ હેરીટેજ ગરબામાં પણ ઉપસ્થિત રહેશે, કેન્દ્ર સરકાર દ્વારા પણ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ યુનાઇટેડ વે ઑફ બરોડામાં પણ ઉપસ્થિત રહેશે બીજા દિવસે કેવડીયા ખાતે રવાના થશે.
