આહવા સરકારી કોલેજમા “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ” કાર્યક્રમ યોજાયો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ડાંગ ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”નુ આયોજન ડાંગ જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલમબેનના અધ્યક્ષ સ્થાને કરવામા આવ્યુ હતુ.

“સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ”મા વિદ્યાર્થીઓ પોતાનુ સ્ટાર્ટ-અપ શરુ કરી પોતે નોકરી દાતા બને એ અંગે શ્રીમતી નીલમબેન ચૌધરીએ જણાવ્યુ હતુ.

વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન વિષે માહિતગાર થાય તથા તેમનામા રહેલ શારીરિક અને માનસિક કુશળતાનો વિકાસ થાય તે હેતુસર તેમને સફળસ્ટાર્ટ-અપ અંગેની ફિલ્મો બતાવવામા આવી હતી, તથા ઘણા વિદ્યાર્થીઓએ ગત વર્ષે Student Startup& Innovation Policy અંતર્ગત થયેલ કાર્યક્રમો થકી તેમને થયેલ લાભ અંગેના પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.

૨૦૨૧-૨૨મા Student Startup & Innovation Policy અતર્ગત પ્રશંસનીય કામગીરી કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. કોલેજના Student Startup & Innovation Policy ના કો-ઓર્ડીનેટર ડૉ. સચીન મેહતા અને ડૉ. સિધાર્થ મસ્કે નામાર્ગદર્શન હેઠળ કુલ ૧૨૫ થી વધુ વિદ્યાર્થીઓ આ ફેસ્ટીવલમા જોડાયા હતા.

વધુમા કોલેજ આચાર્યશ્રી ડૉ. યુ.કે. ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે આત્મ નિર્ભર બને અને SSIP 2.0 દ્વારાતેમને કઈ રીતે મહત્તમ લાભ થાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન શ્રીમતી ડૉ. ભગીનાબેન પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM