રાનકુવા હાઇસ્કુલમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં G3Q ફેસબુક રાજ્ય કક્ષાનો લાઈવ કાર્યક્રમ નિહાળાયો..

રિપોર્ટ ,મયુર પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને અવલ નંબરમાં પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુરુ જ્ઞાન ક્વિઝ સ્પર્ધા નું સમગ્ર રાજ્યમાં આયોજન થયું હતું વિશ્વમાં અદભુત કહી શકાય તેવી સ્પર્ધા હતી જેના થકી બાળકો યુવાનો અને મોટેરાઓમાં જ્ઞાનની વૃદ્ધિ સાથે કરોડો રૂપિયાના રોકડ પુરસ્કાર મેળવવા માટેનું અવસર પ્રાપ્ત થયો
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ જે વિશ્વની સૌથી મોટી કવિઝ જેમાં સમગ્ર રાજ્યમાં 27લાખ રજીસ્ટ્રેશન તથા 25લાખ લોકો ભાગીદાર બન્યા.નવસારીમાં જિલ્લામાં1400 બાળકો સાથે 100ટકા રજિસ્ટ્રેશન કરી અગ્રેસર રહેનાર શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર, રાનકુવા ખાતે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ ઉપસ્થિત રહી ફેસબુક લાઈવ કાર્યક્રમમાં જોડાયા. . શાળામાં ફેસબુક લાઈવ માટે શાળાનું પટાંગણ,શાળાનો પ્રાર્થનાખંડ,તથા વ્યતિગત મોબાઈલ એમ ત્રિસ્તરીય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના G3Q સ્પર્ધા માં તાલુકા કક્ષાના વિજેતા 21 વિદ્યાર્થીઓને તથા 19 વિજેતા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રૂબરૂ અભિનંદન પાઠવવામાં આવ્યા.જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની ઓપન લેબની મુલાકાત લેવામાં આવી. ઓપન લેબમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ સત્રમાં કુલ 71 જેટલા પ્રયોગો થયા.ઓપન લેબ ની કામગીરી થી પ્રભાવિત થઈ બાળ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન શિક્ષકો ને નવસારી જિલ્લાના ડી. ઈ. ઓ. મેડમે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *