રાજયમાં વિજ્ઞાન જાથા કાળી ચૌદશની ગેરમાન્યતાઓને તિલાંજલિ આપવાના કાર્યક્રમો યોજશે
– રાજયમાં લોકો સ્વયંભૂ જાગૃતિ કેળવી કાળીચૌદશની ગેરમાન્યતાનું ખંડન કરવા જાથાની અપીલ.
– રાજયમાં કાળી ચૌદશના કકળાટ કાઢવાના રિવાજને તિલાંજલિ આપવા જાથાનો અનુરોધ.
– સામાજિક વારસારૂપે મળેલી અંધશ્રદ્ધાને સામુહિક ઝુંબેશથી દફનાવવા આહવાન.
– રાજયમાં ગામેગામ સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા વિજ્ઞાન જાથાની અપીલ.
– કાળી ચૌદશની ખોફનાક વાતોનું ખંડન કરી હંબક સાબિત કરતું વિજ્ઞાન જાથા.
– રાજયમાં કકડાટના વડા, કુંડાળા કાઢવા, અનાજ–પાણીનો બગાડ બંધ કરવા જાથાની અપીલ.
– રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ તાત્કાલિક સંપર્ક કરવો.

અમદાવાદ : સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજો, ભૂત, પ્નેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વિગેરેનીસાધના કરી પ્નસન્ન કરવા જાત જાતના વિધિ–વિધાનો, નિવારણના હોમ–હવન, મંત્ર–તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી–દેતી આપ–લે, ભારે દિવસ, ખોફનાક વાતો પ્નવર્તતે છે તેનું ખંડન કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી વર્ષ ૧૯૮૯, ૧૯૯ર થી જાગૃતિ કેળવવા રાજયમાં યજમાન પદે આયોજન કરી લોકોને વાસ્તવિક સમજ આપવા સ્મશાનમાં અવનવા કાર્યક્રમો યોજી દ્રઢ મનોબળ કરવા, વર્ષો જુની માન્યતાઓનું ખંડન કરી સામાજિક ચેતનાનું કાર્ય અવિરત ૩૧ વર્ષથી કરે છે. લોકો સ્વયં જાગૃત થઈ પોતાના ગામના સ્મશાનમાં આયોજન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. તેના ભાગ સ્વરૂપ આ વષ્ર્ો તા. ર૩ મી ઓકટોબર રવિવાર રાત્રિના ૯ કલાકથી સ્મશાન કે ઈચ્છાનુસાર સમયે કાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજવા લોકોને જાથાએ અપીલ કરી છે. જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમ પસંદગી સ્થળે યોજાશે ત્યાંના સ્મશાન ખાતે ભુતપ્નેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામી, સ્મશાનના ખાટલા ઉપર ચાર ચોકમાં એકઠા કરેલા ભજીયા અને વડા આરોગવાનો તથા જાગૃતિ પત્રિકા વિતરણ વિગેરે અદ્દભુત કાર્યક્રમ યોજવાના છે. જાથાના હોદ્દેદારો પ્નોત્સાહન આપવા અનુકુળ સ્થળે હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવે છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે રાજયમાં અનેક નાના–મોટા નગરોમાં, જિલ્લા મથકે કાળી ચૌદશના દિવસે સદીઓ જુની માન્યતાને દફનાવવા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમોમાં વ્યાખ્યાન, ચર્ચા સભાઓ, ગ્રુપ મિટીંગો, વકતવ્યો રાખી વૈજ્ઞાનિક મિજાજના કાર્યક્રમો, કકડાટના કુંડાળામાં મુકેલા વડાનો બગાડ અટકાવી, વડા આરોગવા, મેલીવિદ્યાની નનામી બનાવી ભસ્મીભૂત કરવી, ભૂત, પ્નેત, જીન્નાતનું સરઘસ કાઢી પોકળતા બતાવવી, સ્મશાનમાં સાધના–ઉપાસનાની ડિંડકલીલા નાટકીય રીતે દર્શાવવી, ચાર ચોકમાં કુંડાળા બંધ કરાવવા જાગૃતિ અભિયાન, સંધ્યા સમયે અવગત આત્માઓના ભ્રમણની ભ્રામક વાતોનો ફિયાસ્કો કરવો, કુંડાળા કર્યા પછી તેમાં પગ ન મુકવો, પાછળ ન જોવું વિગેરે માન્યતાને દફનાવવા કાર્યક્રમો આપવા, ભારે દિવસ, અશુભ દિવસની વર્ષો જુની ખોટી માન્યતાનું ખંડન કરવું, વર્ષોથી કકડાટ કાઢવા છતાં કકડાટ ગયો નથી તેની સાચી સમજ આપવી, સ્મશાનમાં રાત્રિના ચા–નાસ્તાનો કાર્યક્રમ રાખી સદીઓ જુની માન્યતા, રિવાજને તિલાંજલિ આપવાના કાર્યક્રમો, પ્નદેશ, વિસ્તાર અનુસાર કુરિવાજોને જમીનદોસ્ત કરી, ફેંકીને અવનવા કાર્યક્રમો યોજી લોકોને વૈજ્ઞાનિક ¹ષ્ટિ માટે જાથાએ અનેકવિધ આયોજનો કરી સામાજિક ચેતનાનું કામ કરે છે. હવે લોકો સ્વયંભૂ કાર્યક્રમો યોજે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાના–મોટા નગરોમાં કાર્યક્રમો યોજવામાં આવશે.
જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે સદીઓથી કાળીચૌદશની ભયાનકતા, ભ્રામક પ્નચાર, ઉપરાંત નિરર્થક ક્રિયાકાંડો સમાજમાં પ્નવર્તતે છે જેમાં ભૂત, પ્નેત, પિશાચ, ડાકણ, મામો, આસુરી શકિતની સ્મશાનમાં સાધના કરી પ્નસન્ન કરવા સંબંધી જાતજાતના ક્રિયાકાંડો કરવામાં આવે છે. જેમાં દારૂ, મટન, જેવા નૈવેદ ધરવામાં આવે છે. તો કોઈક અઘોરી મડદા ઉપર બેસી સાધના કરે છે. આસુરી શકિત ઉપર વિજય મેળવવા માટે કાળી ચૌદશ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે જેની હકિકત જેટલા મોઢા તેટલી વાતો સાંભળવામાં આવે છે. મેલીવિધાની ઉપાસના કરીએ તો સિદ્ધ થઈ જાય તો ગમે તેના ઉપર અજમાવી હેરાન–પરેશાન કરી શકાય છે વિગેરે વિગેરે અવૈજ્ઞાનિક, અતાર્કિક, બોગસ, કપોળકલ્પિત હકિકત મુકવામાં આવે છે. કાળીચૌદશના દિવસે હોમ–હવન, કાળભૈરવની ઉપાસના વિગેરે કરવામાં આવે છે. વાસ્તવમાં જાથાએ રાજયમાં ૩૧ વર્ષથી સ્મશાન અને કહેવાતી ખરાબ જગ્યાએ કાર્યક્રમો, ખંડન સંબંધી વાસ્તવિક કાર્યક્રમો આપ્યા છે. તેમાં જાથાને આજ સુધી કોઈ ખરાબ પરિણામ, અસર કે એક મિનિટ/સેકન્ડ માટે પણ હાનિ–નુકશાન થયું નથી. માત્રને માત્ર બકવાસ, તથ્યહિન ક્રિયાકાંડો સાબિત કર્યા છે. મેલીવિદ્યા, આસુરી શકિતથી પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું હજારો માણસોમાં સાબિત કર્યું છે. કાળીચૌદશના દિવસે સંધ્યા સમયે પ્નેતાત્મા ફરતા હોય છે તે હકિકતને બોગસ, ધૂળચાટતી સાબિત કરી છે. કાળીચૌદશ અશુભ છે. કુંડાળમાં પગ મુકવાથી નુકશાન થાય વિગેરે વિગેરે હંબક સાબિત કર્યું છે. આત્મવિશ્વાસ સભર માનવીને વિશ્વનો કોઈપણ ચમત્કારિક, સાધક, ઉપાસક કે તાંત્રિક તસુભાર નુકશાન કરી શકતો નથી. લેભાગુઓથી પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું સાબિત કરી આપ્યું છે. માનસિક ત્રુટિમાંથી ઉત્પન્ન થયેલી ભ્રામકતા તેના દ્રશ્યોનું નિરાકરણ વિજ્ઞાન પાસે છે. તાંત્રિકો સમાજના દુશ્મનો છે.
એડવોકેટ અને જાથાના પંડયાએ વધુમાં જણાવ્યું કે દુનિયામાં મેલીવિદ્યા જેવું કશું જ નથી છતાં તેના નામે લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે. લેભાગુઓ ભૂત, પ્નેત, પિશાચ, ડાકણના નામે તૂત ચલાવે છે. કાળીચૌદશના દિવસે હોમહવન, નિવારણ, સાધના, સિદ્ધિના નામે તૂત પૂરબહાર ચાલે છે. અંધશ્રદ્ધા આપણને વારસામાં મળી છે. તેના પરિણામો ભોગવીએ છીએ. ખોટું અનુસરણ કરવાથી ભાવિ પેઢીને માનસિક નુકશાનીની ભેટ આપીએ છીએ. કકળાટના વડા, ભજીયા, કુંડાળામાં મુકવાના બદલે ભુખ્યા લોકોની જઠરાગ્નિને સંતોષ આપવો તે મહાપુણ્યનું કામ છે. બાળકોને કુંડાળા વિગેરે ક્રિયાકાંડોથી દૂર રાખવા જોઈએ. કાળીચૌદશને શુભ દિવસ તરીકે ઉજવવો જોઈએ. અશુભ માનવીના મનની ઉપજ છે.
જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે રાજયમાં કાળીચૌદશ સામેની જાગૃતિ માટેના ગામેગામના આયોજનોને જાથા આવકારે છે તેને પ્નોત્સાહન આપવા કાયમ માટે કટીબદ્ધ છે. લોકો સ્વયંભૂ કાળીચૌદશની વર્ષો જુની ગેરમાન્યતા પરંપરાને જમીનદોસ્ત કરે તે માટે અભિયાનમાં વ્યકિત, સંસ્થા, મંડળ, ગ્રૃપ કે કોઈપણ મિત્ર મંડળ પોતાને અનુકુળ મુજબ કાર્યક્રમ યોજી શકે છે. જાગૃતિ કાર્યક્રમમાં કાયદાને અનુસરવું, લોકોની લાગણીને પ્નાધાન્ય આપવું, આયોજકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો, સૌને પોતાની રીતે માનવા, અનુસરવાનો હક્ક છે તે રીતે કાર્ય કરવા જાથા અનુરોધ કરે છે. કાળી ચૌદશની ઉજવણીના આયોજકોએ સમય, સંજોગો, પરિસ્થિતિ મુજબ નર્ણયિ કરી લોકલાગણીને ધ્યાનમાં રાખી કાર્યક્રમો રાખવા જાથા અપીલ કરે છે. કોઈપણ ગામમાં એક વ્યકિત પોતે જાતે સ્મશાનમાં કાર્યક્રમ વિવેકપૂર્વક યોજી શકે છે. સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરવું.
અંતમાં દેશભરમાં તા. ર૩ મી ઓકટોબરે સંધ્યાના સમયથી રાત્રીના ૧ર કલાક આસપાસ અનુકુળતા મુજબ માત્ર એક કલાક માટે સ્મશાનમાં સંયમપૂર્વક કાળી ચૌદશની ગેરમાન્યતાનો ખંડન કાર્યક્રમ યોજી દ્રઢ મનોબળ કેળવાય અને સદીઓ જૂની માન્યતાને જાકારો આપવા આયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે.

