આણંદ જિલ્લા માં બોચાસણ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા માં ૩૯૯૭૭ લાભાર્થીઓને ૪૯૦.૫૯ કરોડની સહાય ચૂકવાઇ.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગુજરાત સરકારના માન.મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતામાં બોચાસણ અક્ષર વાડી ખાતે યોજવામાં આવ્યો.જેમાં સરકારીશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી ના વરદ હસ્તે લાભ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,જિલ્લા મહામંત્રીશ્રી રમણભાઈ સોલંકી,શ્રી મયુરભાઈ સુથાર,ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર,આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ,પૂર્વ મંત્રીશ્રી સી.ડી.પટેલ,જિલ્લા સંગઠનના હોદ્દેદારો,પેટલાદ તાલુકા પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ,મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,પેટલાદ-તારાપુર-બોચાસણ જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યો,કલેકટરશ્રી,ડી.ડી.ઓ શ્રી અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *