”તાલાલાના ધાવાની ધૈર્યાના મોતનો ઊજાગર ગામ લોકોના કારણે થયો”… વિજ્ઞાન જાથા

  • – વિજ્ઞાન જાથાની જાત માહિતીમાં સનસનીખેજ હકિકત પ્નાપ્ત થઈ.
  • – સમાજ માટે કલંકરૂપ–આઘાતજનક ઘટના. હૃદયને કંપારી ઉઠે તેવો અમાનુષી ત્રાસ.
  • – તાંત્રિક વિધિની ક્રુરતામાં દિકરીને પિતા–ભાઈજી મોતને ઘાટ ઉતારી મર્યાદા ઓળંગી.
  • – રાજય–દેશ માટે શરમજનક કિસ્સો, ગામને નિચાજોણું, અફસોસમાં ગ્રામજનો.
  • – ગિર સોમનાથના પોલીસ વડાની કુનેહથી આરોપીઓ પકડાયા.
  • – જિલ્લા પોલીસ તંત્ર – તાલાલ પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરીને અભિનંદન.
  • – જિલ્લાના અદાલતના વકીલો ધૈર્યાની હકિકત સંબંધી આરોપીઓના કેસનો નર્ણયિ કરે.
  • – જિલ્લાના ટી.વી. ચેનલ – પત્રકારોની સંનિષ્ઠ ભૂમિકાને બિરદાવતું જાથા.
  • – જ્ઞાતિઓમાં ભુવા પ્નથા નાબુદ કરવાનો સમાજ સુધારકો માટે અવસર.
  • – ગામનો એક જ સુર આરોપીઓને ફાંસી, સાથે પેરોલ કે જામીન ઉપર છૂટવા ન જોઈએ.
  • – માનવીય સંવેદના કારણે ઝડપી ન્યાય પ્નક્રિયા કરી ફાંસીની માંગ કરતું જાથા.

ગિર સોમનાથ જિલ્લાના તાલાલ ગીર તાલુકાના ધાવા ગામનો ધૈર્યાના મોતનો મામલો ગમે તેવા પથ્થર હૃદયના માનવીને પીગળાવી નાખે તેવો કિસ્સો બહાર આવતા સૌ કોઈ આઘાતની લાગણી અનુભવે છે. અંધશ્રદ્ધા, વ્હેમ, વળગાડમાં અંધ બનેલ પિતા પુત્રીને રાક્ષસી સીતમ ગુજારી મોતને ઘાટ ઉતારે ત્યારે સમાજ ખળભળી ઉઠે છે, આક્રંદ સિવાય કશું જ મળતું નથી તેવા કિસ્સામાં ભારત જન વિજ્ઞાન જાથાની પંદર સદસ્યોની ટીમ તાલાલા–ધાવા ગામે રૂબરૂ જઈ જાત–માહિતી મેળવી છે તેની હકિકત લોકો સમક્ષ મુકે છે. ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે મુખ્ય હેતુથી કામગીરી કરવામાં આવી હતી. ધૈર્યાના મોતના તમામ જવાબદારો સામે ઝડપી ન્યાય ક્રિયા કરી માનવીય સંવેદના ધ્યાનમાં રાખી ફાંસીની માંગની અપેક્ષા જાથા રાખે છે. કિશોરીના પિતા–ભાઈજીએ તમામ મર્યાદા ઓળંગતા અને રીબાવી– રીબાવીને દિકરીને મોતને ઘાટ ઉતારવું તેવા રાક્ષસી માનવીને માફ કરવા યોગ્ય નથી. સૌ પ્નથમ વિજ્ઞાન જાથાના કાર્યાલયે ટેલીફોનિક–મોબાઈલ ઉપર ગામના બે–ચાર જાગૃતોએ ધૈર્યાના મોત સંબંધી માહિતી આપી હતી, તેમાં સ્મશાનમાં રાતોરાત ધૈર્યાને અગ્નિદાહ અપાયો છે. કુટુંબી ૬ લોકોની હાજરી હતી. મોત સંબંધી ચિઠ્ઠી સરકારી કે દરવાજો ખોલ્યા વગર સ્મશાનમાં પ્નવેશ, ગેરકાનુની કૃત્ય સંબંધી વાત કરી હતી. શરૂઆતમાં ગામની આબરૂ જાય તે ભય–ડરે સાચી હકિકત મુકતા ડરતા અને આગળ આવવાનું મુનાસીબ નથી તેવી વાત કરી હતી. બે–પાંચ યુવાનોએ આગળ આવવાનું કરતાં સમગ્ર ગામ સફાળું જાગી ગયું હતું. શરૂઆત ધૈર્યાની બલી ચડાવવામાં જ આવી છે. મોતના પુરાવાનો નાશ કરી નાખ્યો છે. પ્નકરણ દબાવવા ભલામણ કયાં કયાં થઈ છે તેવી વાત કરી હતી. એક–બે જાગૃત પત્રકાર–ચેનલ મહેનત કરે છે પરંતુ સહકાર મળતો નથી. જાથા તાંત્રિક વિધિના કારણે મોત થયું છે તે માટે રૂબરૂ આવવા સંબંધી વાત કરી હતી. જાથાએ સ્થાનિક કાર્યકરોને કામે લગાડી સત્ય જાણવા પ્નયાસ કરતાં ચોંકાવનારી સાથે સનસનીખેજ હકિકત મળી હતી તેથી માવનતા ખાતર ઉજાગર કરવાનું નક્કી થયું, તે સમયે પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હતી જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ તા. ૧ર મી એ સાંજે રાજય મુખ્યમંત્રી, રાજય ગૃહમંત્રીશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ મંત્રાલય, પોલીસ મહાનિર્દેશક, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગિર સોમનાથના કલેકટર, એસ.પી. ને ફેકસ, ઈમેઈલથી ધૈર્યાના મોત સંબંધી જાથાની ટીમ તા. ૧૩ મી બપોરે ૧ર આસપાસ રૂબરૂ આવનાર હોય પોલીસ બંદોબસ્ત, રક્ષણ સંબંધી માંગણી કરવામાં આવી હતી. ધાવા ગામમાં લોકસંપર્ક સાથે જે પ્નકારે મોત થયું તે વાડીએ રૂબરૂ જવા સંબંધી હકિકત લખી હતી. જાથાની ટીમ તા. ૧૩ મી સવારે ૭ કલાકે તાલાલા ગીર જવા રવાના થઈ તેમાં જયંત પંડયા, રોમિત રાજદેવ, ભક્બિેન રાજગોર, રાજુભાઈ ખુંટ, દામજી હિરપરા, પ્નવિણભાઈ રાજેશભાઈ, સાહિલ રાજદેવ, પ્નવિણભાઈ અકબરી, વિજય નાગજીભાઈ, પરેશ જીવરાજભાઈ સંઘાણી, મનીષભાઈ અકબરી, દિવ્યેશ કિયાડા, જે. બી. જાદવ, રાજુભાઈ રામાણી, અરશીભાઈ જાદવ, ચોવટ હમીદભાઈ, રાજુભાઈ સોલંકી, સ્થાનિક કાર્યકરો મેંદરડા, માધુપુર ગીર, તાલાલાના શુભેચ્છક મિત્રો, ધાવા ગામના યુવાનો કાફલો બપોરે બાર કલાકે પોલીસ સ્ટેશને પહોંચી ગયો. પોલીસ તંત્રને અગાઉથી જાણકારી હોય બંદોબસ્ત સંબંધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. જાથાના જયંત પંડયા પોલીસ સ્ટેશનમાં એ. એસ. ચાવડા, ડી.વાય.એસ.પી. એમ.યુ. મસી સી.પી.આઈ., આર. એચ. મારૂ પી.એસ.આઈ., તાલાલાના પી. જે. બાંટવા પી.એસ.આઈ. ને સદસ્યો સાથે ઓફીસમાં મળ્યા. ધૈર્યાના મોતનું પુનવરાર્તન ન થાય. તાંત્રિક વિદ્યાથી અમાનુષી મોતને ઘાટ ઉતારનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથેની રજૂઆત કરવામાં આવી. પોલીસ તંત્રે ખૂબ જ સારો પ્નતિભાવ આપી અમો ત્યાં જઈએ છીએ. બાદ જાથાની ટીમ આવે તો કોઈ હરકત નથી. ટીમ સાથે પોલીસની ફાળવણી કરી છે તે સંબંધી હકારાત્મક વાત મુકી. જાથાએ સદસ્યોને માહિતી સ્તોત્ર વધુ મેળવવા કાર્યકરોને જુદા–જુદા સ્થળે મોકલી દીધા. આ સમય દરમ્યાન ગિર સોમનાથ જિલ્લાના એસ.પી. મનોહરસિંહ જાડેજા આવી ગયા. આરોપીઓની ધરપકડ અને પોલીસે કરેલી કામગીરી પત્રકાર મિત્રોને આપી દીધી. તપાસમાં ખુલશે તેની સામે કડક કાર્યવાહી થશે તેની ખાત્રી આપી દીધી. ધૈર્યાના મોત સંબંધી આરોપીઓ ભાવેશ ગોપાલ અકબરી, દિલીપ અકબરીની ધરપકડ કરી તેમની સામે ગુ.ર. નં. ૧૧૧૮૬૦૦૭રર૦/ર૦રર આઈ.પી.સી. કલમ ૩૦ર, ર૦૧, ૩ર૩, ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩પ ગુન્હો રજીસ્ટર કરી તપાસની હકીકત મુકી દીધી. ધૈર્યાના કયા પ્નકારે પિશાચી ત્રાસ અપાયો તેનાથી હૃદય દ્રવી ઉઠે તે હકિકત આવી. તેમાં સંક્ષિપ્તમાં ૬ દિવસ ભૂખી–તરસી બાંધી રાખી, રિબાવી–રિબાવીને મોતને ઘાટ ઉતારી. વળગાડની શંકાએ બે કલાક આગ પાસે બેસાડી, લાકડી અને વાયર વડે માર માર્યો. સગા પિતાએ અને મોટા બાપુએ માસુમ ઉપર રાક્ષસી વૃતિની પરાકાષ્ઠાએ સિતમ ગુજાર્યો. અવાવરૂ–નર્જનિ વાડીની જગ્યામાં રાખી વળગાડ દૂર થયો છે કે નહિ તે દરરોજ જોવા જતા અંતે ધૈર્યાના શ્વાસ થંભી ગયા. તાંત્રિક વિદ્યામાં જ કિશોરીનું મોત થયું, બાદ શરીરમાં જીવાત, દુર્ગંધ આવતા ગોદળામાં વીંટીને, મોકો મળતા પિતા, તેના ભાઈ ગાડીની ડેકીમાં લઈ જઈ ગામના સ્મશાનમાં રાત્રીના બે થી સાડા ત્રણની વચ્ચે ૬ વ્યકિ્ઓની હાજરીમાં અગ્નિદાહ આપી, બાદ ધૈર્યાને ચેપી રોગ હતો તેથી સ્વજનોને બોલાવ્યા નહિ તેવી વાર્તા મુકી દીધી. ગામમાં સ્મશાનમાં અગ્નિદાહ આપી દીધો. તરેહ તરેહની વાતો થવા લાગી, કુટુંબીજનોને શંકા જતા ગામના પંચને હકિકત મુકી પરિણામ ન આવ્યું. બાદ સરકારીતંત્રના ઉચ્ચ અીધકારીઓને સમગ્ર હકિકત મોત સંબંધી પહોંચતા સફાળા જાગ્યા. ધૈર્યાની તાંત્રિક વિધિમાં હત્યા થઈ છે તે સંબંધી આખરે ગુન્હો દાખલો થયો. બે આરોપી પકડાયા. સુરતથી ભાવેશનો મિત્ર પણ તંત્ર વિદ્યા શીખતો હતો તેને પણ પોલીસે અટકાયત કરીને તાલાલા લાવેલ છે તેવી હકિકત જાથાને મળેલ છે. હજુ પણ નવા ધડાકા ભડાકા સાંભળવા મળે તો નવાઈ નથી. ધાવા ગામ શિક્ષિત–સમૃધ્ધ આવી હકિકતથી ગામ લોકોનું માથું શરમથી ઝુકી જાય છે તેવું જાથાએ નજરે જોયું છે. પોલીસ તંત્રની પ્નશંસનીય કામગીરીની સરાહના જાથા કરે છે. જાથાના ચેરમેન જયંત પંડયા, તેના સદસ્યો ત્રણ ગાડી વાહનોમાં ધાવા ગામમાં લોકસંપર્ક માટે ગયા. ગામના જાગૃતો આવી ગયા. મહિલા વર્ગ પણ આવ્યો. જાથાએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી. ગામ લોકોનો રોષ બંને અકબરીભાઈઓ સામે હતો. આરોપીઓને કદી પણ પેરોલ કે જામીન મળવા ન જોઈએ. ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ. કોઈની ભલામણ–વગ ન કરે તે સંબંધી જાગૃતોએ માહિતી આપી. જાથાના પંડયાને લોકો વ્યક્ગિત મળ્યા. ખાનગી હકિકત આપી તેમાં જાથા ખરાઈ કરી રહ્યું છે. ગામને આ પ્નકરણથી ભારોભાર નુકશાન થયું છે. બે મહિલા તો રડવા લાગી હતી. પોલીસ તંત્રે કાયદો–વ્યવસ્થા જાળવ્યો હતો, જાથાએ કાયદાની મર્યાદામાં કામ કર્યું. જાથાએ ગુરૂવાર સવારે જ તારણ જાહેર કરી દીધું તેના ઘરનો પરિવાર સંડોવાયેલો છે. મેલુ–વળગાડ, અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિથી ધૈર્યાનું મોત થયું છે તેવી ચેનલમાં હકિકત જાહેર કરી દીધી હતી, તે દરમ્યાન એફ.આઈ.આર. પણ રજીસ્ટરની પ્નક્રિયા ચાલતી હતી કે પૂરી થઈ ગઈ હતી, માસુમ દિકરીને જે પ્નકારે રીબાવી રીબાવીને મોતને ઘાટ ઉતારી તે ક્રુરતાની પરાકાષ્ઠા પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપની હતી જે કદી પણ માફ થઈ શકે તેમ નથી. પરાયાને પણ આવી રીતે મોત કોઈ ન આપે તેવો સુર નીકળતો હતો. જાથાના તારણમાં શરૂઆતમાં પત્રકાર–એક–બે ચેનલે સંનિષ્ઠ પ્નયત્નો કર્યા તેની માહિતીએ અંજામ આપ્યો હતો. સરકારી તંત્રની તટસ્થ કામગીરી જોવા મળી હતી. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લાના પોલીસ સ્ટાફ, અધિકારી, તાલાલા પોલીસ સ્ટેશનની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. એસ. પી. જાડેજાની કુનેહે અંજામ સુધી લાવવામાં સફળતા મેળવી હતી. જિલ્લાના ટી.વી. ચેનલ, પત્રકાર મિત્રોના સંનિષ્ઠ પ્નયાસોને જાથા બિરદાવે છે. જાથાના પંડયા જિલ્લા અદાલતના વકીલ મિત્રો ધૈર્યાની હકિકત પ્નમાણે આરોપીઓના કેસ સંબંધી વિવેકાધિન નર્ણયિ કરે તેવી અપેક્ષા રાખે છે. જ્ઞાતિઓમાં ભુવા સ્થાપવાની જે પ્નક્રિયા હોય તેને સ્થગિત કરવું કે ભુવા પ્નથા કાયમ માટે નાબુદી કરી તેવો ઉદ્દાત નર્ણયિ સમાજના આગેવાનો કરે તેવી જાથા વિનંતી કરે છે. કોઈપણ ગામમાં આવા શખ્સો હોય તેને ચેતવણી આપી તાંત્રિક વિદ્યા બંધ કરાવવા પહેલ કરવી જોઈએ તેવો જાથા પોતાનો અંગત વિચાર રજૂ કરે છે. ધૈર્યાના મોત સંબંધી વિશેષ પુરાવાની જાણકારી હોય તો તુરંત પોલીસ તંત્ર કે જાથાને માહિતી આપશો તો આરોપીઓને કડક સજામાં નાગરિક ધર્મ બજાવવા જાથા અનુરોધ કરે છે. ગામના લોકો ન્યાયપ્નિય હોય વિશ્વાસ કાયમ રાખે તેવી જાથાને અપેક્ષા છે. જાથાને તાલાલાના, મેંદરડાના ગામોએ આવકારી જયંત પંડયાને સાંભળ્યા હતા. જાથાએ ઘણા ગામોમાં કાળીચૌદશની ઉજવણી, ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમોની પત્રિકાનું વિતરણ કર્યું હતું. મોટો સમુહ આવતો હતો. જાથાના સંનિષ્ઠ મહિલા સદસ્ય ભક્બિેન રાજગોરે ઠેર ઠેર વ્યવસ્થા સંભાળી હતી. પોલીસ તપાસમાં નાગરિક ધર્મની રૂએ મદદરૂપ થવા જાથા આહવાન કરે છે. આ સમગ્ર પ્નકરણ એ જાથાનું તારણ છે માનવું કે માનવું તે પોતાના અધિકારના દાયરામાં આવે છે. કાયદો સર્વોપરી છે. જાથાના તારણ સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *