ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ જ ચાલે છે. -શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તમામ રેકોર્ડ સર કરશે.
-શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબાડી યાદી જણાવે છે કે, સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ ભાજપ પ્રેરિત ગુજરાત ગૌરવ યાત્રા કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન ની સુકાન હેઠળ આજરોજ ગાંધીનગર મહાનગર ખાતે આવી પહોંચી હતી જેને આવકારવા ગાંધીનગરના દ્વાર એવા પેથાપુર ચાર રસ્તાએ યાત્રા ને આવકારવા ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ શ્રી રુચિર ભટ્ટ, મેયર શ્રી હિતેષ મકવાણા,ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ ની આગેવાનીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ગૌરવ યાત્રા સમયે પેથાપુર ચાર રસ્તા પાસે ભાજપ ના કાર્યકર્તા ઓ, શુભેચ્છકો, જાહેર જનતા ની મેદની વચ્ચે એક વિશાળ જાહેર સભા નું આયોજિત હતી. આ વિશાળ જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જે રીતે ગૌરવ યાત્રામાં જનતા નો જે પ્રતિસાદ મળ્યો છે તે જોતા ગુજરાત માં આગામી 2 મહિના માં યોજાનાર વિધાનસભા ની ચૂંટણીમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૭ વર્ષની ભાજપા સરકારની જનકલ્યાણની કામગીરીના ફળસ્વરૂપ ભાજપ તમામ રેકોર્ડ સર કરશે એવો મારો વિશ્વાસ છે. ભાજપ માત્ર વિકાસ માં જ માને છે અને ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી સુસાશનના ભાગરૂપે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ જોઈ રહ્યો છે એટલે અહીં બીજા કોઈ પક્ષ ને સ્થાન નથી. ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ જ ચાલે છે.

આ જાહેરસભામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વ મંત્રીશ્રી દિલીપ ઠાકોર, શહેર અધ્યક્ષ શ્રી રુચિર ભટ્ટ, પ્રદેશના સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ, પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના તમામ મહાનુભાવો એ પણ ગાંધીનગર મહાનગર ની ૪૧ બેઠકોની જીતનો દાખલો લઇ આગામી ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભાની તમામ બેઠકો જીતી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *