ભારતીય જૈન સંઘટના-કચ્છ અને શ્રી જૈન સાત સંઘના-ભુજ ના સંયુક્ત ઉપક્રમે પુસ્તક,પુસ્તકાલય અને યુ-ટયુબ ચેનલ લોકાર્પણ કરવામાં આવશે.

               તારીખ 16-10-2022ના રવિવારે રોજ ટાઉન હોલ-ભુજ  મધ્યે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકિર્તીસાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ, ભારતીય જૈન સંઘટના-કચ્છ અને શ્રી જૈન સાત સંઘના-ભુજ ના સંયુક્ત ઉપક્રમે પુસ્તક,પુસ્તકાલય અને યુ-ટયુબ ચેનલ લોકાર્પણ કરવામાં આવશે.

          સહર્ષ વિધિત થાય કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકિર્તીસાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝને વિવિધ જૈન સંસ્થાઓ તરફથી બહોડી સંખ્યામાં પ્રાપ્ત થયેલા પુસ્તકોનો અર્પણવિધિ, જૈન સ્ટડી સેન્ટરના પુસ્તકાલય અને યુ-ટયુબ ચેનલનું લોકાર્પણ વિશ્વવંધ જૈન આચાર્ય ભગવંતોની મિશ્રમાં તેમજ સમાજના અગ્રણીઓના ઉપસ્થિતમાં કરવામાં આવનાર છે. જે અંગેનો કાર્યક્રમ એડવાન્સ રિચાર્જ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ, ભારતીય જૈન સંઘટના કચ્છ અને શ્રી જૈન સાત સંઘ ભુજના સંયુક્ત ઉપક્રમે નિર્ધારેલ છે. આ શુભ પ્રસંગે આપને સાદર આમંત્રિત કરીએ છીએ.

            જેમાં ઓનલાઈન આશીર્વચન પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકિર્તીસાગર સૂરીશ્વરજી મ.સા,પ.પૂ,રાષ્ટ્રસંત આચાર્યશ્રી પધ્મસાગરસૂરીશ્વરજી મ.સા, પ.પૂ.પધ્મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા, પ્રેરણાદાયી ઉપસ્થિત પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયકલ્પતરૂસૂરીશ્વરજી મ.સા, પ.પૂ. આચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મ.સા,પૂ. મુનિશ્રી ડો.પુલકિતકુમારજી.વંદનીય ઉપસ્થિતિ-જૈન ધર્માચાર્ય-સંતો ભગવંતો, સાધ્વીજીઓ,

            તેમજ અગ્રણીઓ અને હોદેદારશ્રીઓ શ્રીમતી ડો. નિમાબેન આચાર્ય,માર્ગદર્શક શ્રી પ્રો. ડોક્ટર જયરાજસિંહ જાડેજા, શ્રીમતી પારુલબેન કારા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત-કચ્છ, શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર પ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા, શ્રી અતિરાગ ચપલોત IAS મદદનીશ કલેકટર શ્રી કચ્છ, શ્રી મેહુલભાઈ ગાંધી મુખ્ય દાતાશ્રી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ તેમજ શ્રી રક્ષિતભાઈ શાહ ડિરેક્ટર શ્રી અદાણી પોર્ટ એન્ડ સેઝ,શ્રી બાબુલાલ સંઘવી ફ્રેન્ડ ગ્રુપ ગાંધીધામ, શ્રી જૈન સંઘ સમાજ મહિલા મંડળ યુવા પાંચના અગ્રણીઓ ભુજ માધાપર વર્ધમાનનગર વગેરે મહેમાનો ઉપસ્થિતિ રહેશે. એવું હિતેશ હિંમતલાલ ખંડોર પ્રમુખ ભારતીય જૈન સંઘટના કચ્છ, ડો. પંકજ કે. ઠાકર ડિરેકટર એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ, ડો. જી.એમ. બુટાણી કુલસચિવ કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી, સ્મિત ઝવેરી પ્રમુખ શ્રી સાત સંઘ- ભુજ જણાવ્યૂ હતું.       

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *