




તા.15/10/2022 ના રોજ વ્યારા તાલુકા બોરખડી જિલ્લા પંચાયત, શક્તિ કેન્દ્ર ખુશાલપુરા મુકામે પનિયારી ગામે તેમજ ખુશાલપુરા ગામે કાર્યરત તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની શુભેચ્છા મુલાકાત શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એવા આદરણીય ડૉ.આરતીબેન ભીલે લીધી. આદીવાસી સમાજ સમૃદ્ધ બને તેમજ બહેનોની સમસ્યાઓ જાણીને તેના નિવારણની વાત કરવામાં આવી.બહેનો સમાજમાં માનભેર જીવન જીવી શકે તેમજ તેઓ જીવનના ડગલે ને પગલે હંમેશા આગળ વધે. સશક્તિકરણ વિશેની યોજનાઓ અને કાર્યો વિશે ચર્ચા વિચારણાઓ કરી.મહિલાઓ જીવનમાં કઈ રીતે આત્મનિર્ભર બની આગળ વધી શકે તેનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
