
કેન્દ્રિયમંત્રીશ્રીઓ તેમજ મહાનુંભાવોની ઉપસ્થિતિમાંમહેસાણા જિલ્લામાં શરૂ થયેલ ગ્રાન્ડમા કુકીઝ બેકરીના આઉટલેટનું પીલાજીગંજ મહેસાણા ખાતે શરૂ કરાયું

રિપોર્ટ… ડેવિડ પટેલ.
મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલે જિલ્લાની મહિલાઓનો આર્થિક વિકાસ થાય તે દિશામાં સતત કટિબધ્ધ બન્યા છે. સંસદશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી મહેસાણા જી.આઇ.ડી.સી ખાતે ગ્રાન્ડમા કુકીઝ બેકરીનું સંચાલન મહિલાઓ દ્વારા કરાઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાની 650 જેટલી મહિલાઓને તાલીમ આપી તેમના આત્મનિર્ભર બનાવાવનું ભગીરથ કાર્ય કરાયું છે
અત્રે ઉલ્લેખનીય છેકે ગ્રાન્ડમા બેકરીની વિશ્વસનીયતા અને વેચાણના પગલે નવીન આઉટલેટ પીલાજીગંજ ખાતે શરૂ કરાઇ છે.જેના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવિયા, કેન્દ્રિયમંત્રી સંજીવ બાલીયાન,પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિત મહાનુંભાવો ઉપસ્થિતમાં કરાયું હતું

મહેસાણાના સાંસદશ્રી શારદાબેન પટેલ સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓના ઉત્થાન માટે હંમેશા થી કામ કરતા આવ્યા છે. તેઓ અમદાવાદ ખાતે ધરતી મહિલા વિકાસ નામની સંસ્થા સાથે છેલ્લા ૩૦ વર્ષ થી પણ વધારે સમય થી જોડાયેલા રહ્યા છે. જેની શરૂઆતના દિવસોમાં પણ શારદાબેન જાતે દુકાને દુકાને ખાખરા અને અન્ય ચીજ વસ્તુઓ વેચવા માટે આપી આવતા. અને આજે આ ધરતી વિકાસ મંડળમાં આશરે ૮૦ થી પણ વધારે બહેનો રોજગાર મેળવે છે.
કોરોના કાળમાં પણ શારદાબેન પટેલ દ્વારા બહેનો સાથે મળીને લાખોની સંખ્યામાં માસ્ક સીવ્યા હતા અને બહેનો ને લાખો રૂપિયા રોજગાર આપ્યો હતો. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પાછલા ત્રણ વર્ષના સમય ગાળામાં શારદાબેન પટેલ દ્વારા ફતેહપુરા બાયપાસ સર્કલ પાસે આવેલા મહેસાણા જીલ્લાના RSETI સેન્ટરમાં ૬૦૦ થી પણ વધારે બહેનો ને જુદા જુદા કૌશલ્ય ની ટ્રેનિંગ અપાવી છે. RSETI સેન્ટર ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થા છે જ્યાં સરકાર તરફ થી ૫૦ થી પણ વધારે પ્રકારના કોર્સ મફતમાં રહેવા જમવાની સુવિધા સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. અને અહીંથી જે કોર્સ કરવામાં આવે છે તેનું સરકાર તરફથી સર્ટીફીકેટ આપવામાં આવે છે અને તે સર્ટીફીકેટના આધારે બેન્કમાંથી સબસિડી વાળી લોન પણ આસાની થી મળી શકે છે. આમ મહેસાણાના સાંસદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ખુબ જ હકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે.
શારદાબેન દ્વારા મહેસાણામાં બેકરીના નવીન આઉટલેટના માધ્યમ થી એક નવી શરૂઆત કરવામાં આવી છે. અને તેઓ આશા વ્યક્ત કરે છે કે આ બેકરી પણ આગળ જતા આખા ગુજરાતમાં એક બ્રાન્ડ તરીકે ઉભરી આવશે. આ બેકરીની વસ્તુમાં શુધ્ધતા, સ્વચ્છતા, હાઈજીન અને સ્વાસ્થ્ય સભર ગુણવત્તા યુક્ત સીઝન પ્રમાણે વિવિધ બિસ્કિટ અને અન્ય બેકરીની પ્રોડક્ટના પ્રોડકશન યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. શારદાબેન પટેલે જણાવ્યું કે આ બેકરીની વસ્તુઓ અત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ થી “ગ્રાન્ડ મા કુકીઝ” ની બ્રાંડ થી વેચાતી મળશે. અને આગળ જતા ટૂંક સમયમાં બીજા તાલુકામાં પણ “ગ્રાન્ડ મા કુકીઝ” ના એક્ષક્લુઝીવ વેચાણ આઉટ ખોલવામાં આવશે.
