

તા. 16/10/2022 ના રોજ તાપી જિલ્લા, વ્યારા તાલુકામા આવેલી આશ્રમશાળા, છીંડિયામાં શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા તેમજ ટાઈક્વોન્ડો એસોસિયેશન, તાપીના અધ્યક્ષ એવા શ્રી વિજયભાઈ મૈસુરિયાના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અંતર્ગત કુલ 45 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સ્વરક્ષણની (Self Defence) તાલીમ આપવામાં આવી હતી.
અને જીવનમાં કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી શકાય તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક તાલીમ લીધી હતી.
(બ્યુરો ચીફ સંજય ચુડગર, તાપી)
