મહુવા તાલુકાનાં મહુવરીયા ગામેથી ડાંગરના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું …..

રિપોર્ટ ,મયુર પટેલ

હુવરીયા ગામનુ ખાડી ફળિયું અંબિકા નદીના કિનારે આવેલ હોય અંબિકા નદી ડાંગ વઘઇના જંગલોમાંથી પસાર થઇને આવતી હોય ચોમાસાની સીઝન દરમ્યાન ઝેરી સાપ તથા અજગર જેવા સરીસૃપ પ્રાણીઓ નદીની રેલમા તણાઇ ને આવતાં હોય છે અને કાંઠા વિસ્તારના ગામોના ખેતરોમાં આશરો લેતાં હોય છે ખાડી ફળિયાના રહીશ નવિન ચૌધરીના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ડાંગર કાપણીનું કામ ચાલી રહ્યું હોય તેવા સમયે અચાનક અજગર દેખા પડતાં મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી ફળિયાનાં ઉત્સાહી યુવાન એવા ઉત્પલ ચૌધરી ચેતન ચૌધરી દ્વારા તાત્કાલીક વાઈલ્ડલાઈફના કાર્યકરોનો સંપર્ક કરતા ડોલવણના અજય ચૌધરી અને ધર્મેશ ચૌધરી રજનિશ ચોેધરી દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી અજગરને પકડવામાં આવ્યો હતો જે આશરે આઠ ફૂટ લંબાઈ અને દસ કિલો વજન ધરાવતો હોવાનું માલુમ પડેલ છે જે અજગરનું રેસ્ક્યુ કરી કંતાનના કોથળામાં પૂરી વહેવલ ના જંગલોમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *