

રિપોર્ટ, મયુર પટેલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકર દરમિયાન ગુજરાત રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા ના માધ્યમથી અનેક લાભાર્થીઓને સીધી સહાય આપવાનો સિલસિલો શરૂ કરેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું શાળામાં અભ્યાસ સાથે આવતી વિદ્યાર્થીનીઓમાં ખુશાલી નો માહોલ છવાઈ ગયો વિદ્યાર્થીનીઓને દિવાળી પરવે સાયકલમાં પ્રાપ્ત થતા વાલીઓમાં આનંદ છવાઈ ગયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત આદિવાસીઓ માટે સીધા લાભ ના આયોજનો થતા રહે છે ખૂબ જ ગુણવત્તા સભર સાયકલો જેની અંદાજિત કિંમત પાંચ લાખ રૂપિયા થાય તે બી એલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા ની દીકરી ઓ નેઆપવામાં આવી આચાર્યશ્રી સંજય પરમાર દ્વારા નવસારી જિલ્લા આદિજાતિ વિભાગ દ્વારા થતી કામગીરીની સરાહના કરી સમયસર સરકારી લાભો આપવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો