
જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન મકવાણા તાલુકા સદસ્યા દક્ષાબેન શર્મા . તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સહિતની હાજરી..


મનુભાઈ નાયી….્હિમતનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે સરકાર શ્રી મંજૂર થયેલ અધતન ગ્રામપંચાયત ના મકાનનું ખાતમુહૂર્ત સાબરકાંઠા જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી વર્ષાબેન મકવાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી એ.પી.એમ.સી.ચેરમેન રાજુભાઈ પટેલ સલાલ તાલુકા પંચાયત બેઠક ના સદસ્યા શ્રીમતી દક્ષાબેન ની શર્મા સલાલ ગ્રામ પંચાયત ના સરપંચ સોનલબેન આર પટેલ ડે.સરપંચ દિપક સિંહ પરમાર સદસ્ય જયેન્દ્રસિંહ પરમાર નયનાબેન પંચાલ તલાટી કમ મંત્રી કનકસિંહ રાઠોડ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ શ્રી વિપુલકુમાર શર્મા સલાલ ગામના આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સલાલ ગામના ગ્રામ પંચાયતનુ જૂનું મકાન જર્જરિત થઇ જતાં પંચાયત ના સરપંચ દ્વારા દરખાસ્ત તૈયાર કરતાં તાલુકા સદસ્યા દક્ષાબેન શર્મા દ્વારા તાલુકા જિલ્લા પંચાયત માં રજુઆત કરતાં જિલ્લા કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ દ્વારા પ્રયાસ કરાતાં સલાલ ગામ પંચાયત નું અધતન મકાન લાખોના ખર્ચે નિર્માણ પામશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે..
