શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા હાઈસ્કૂલની વિજ્ઞાનની કૃતિ નેશનલ સાયન્સ ફેર માટે પસંદગી….

રિપોર્ટ, મયુર પટેલ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2010 ની સાલમાં આદિવાસી વિસ્તારની આ શાળાને વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ શાળાની ભેટ આપેલ હતી આજે બાર વર્ષ બાદ મીઠા ફળ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે દસ વર્ષથી વિજ્ઞાન મેળામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા ઝળકી રહિયા છે.રાનુકુવા હાઈસ્કૂલની વિજ્ઞાનની કૃતિ નેશનલ સાયન્સ ફેર માટે પસંદગી જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર દ્વારા વર્ષ 20021 દરમિયાન યોજાયેલ વિજ્ઞાન મેળામાં સંકુલ કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય તરફથી નેશનલ માટે નોમિનેટ થઈ હતી નેશનલ સાયન્સ ફેર કમિટીએ આ કૃતિને રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી કરી છે નવસારી જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ઘટના બની છે
બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા
ATF TECHNOLOGY (એર ટૂ ફ્યુઅલ્સ ટેકનોલોજી)
આ ટેકનોલોજી માં ડાયરેક્ટ એર કેપ્ચર પ્રક્રિયા વાતાવરણીય હવામાંથી CO 2 મેળવે છે અને કેન્દ્રિત કરે છે .સ્વચ્છ વીજળી (જેમ કે સૌર ઊર્જા) નો ઉપયોગ પાણીને ઈલેક્ટ્રોલાઈઝ કરી, તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન મેળવવામાં આવે છે
CO 2 અને હાઇડ્રોજન માંથી ગેસોલિન, ડીઝલ અને જેટ ઇંધણમાં રૂપાંતરિત થઈ શકે છે.
ATF TECHNOLOGY ના ફાયદા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી શકાય છે તેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય સમસ્યા નું નિવારી શકાય છે.
કાર્બન ડાયોક્સાઇડ માંથી fuel મેળવી શકાય છે જેથી કંઈક અંશે ઉર્જા કટોકટીની સમસ્યા નું નિવારણ કરી શકાય છે
આ ટેકનોલોજી દ્વારા ultra low કાર્બન fuel મેળવી શકાય છે. જેના દહન થી વાતાવરણમાં ઉત્સર્જન પામતા કાર્બન નું પ્રમાણ ઓછું હોય છે
શાળાના વિજ્ઞાન શિક્ષક મયુરીબેન જીજ્ઞાસાબેન અને બાળવૈજ્ઞાનિકો ધ્રુવ પટેલ નિખિલ પટેલ દ્વારા સમગ્ર કૃતિ તૈયાર કરવામાં આવી હતી શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો
શાળાની કૃતિને રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધિ બદલ નવસારી ડી ઇ ઓ સંચાલક મંડળના પદ અધિકારીઓ તેમજ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સતત દસ વર્ષથી રાજ્યકક્ષાએ વિજ્ઞાન કૃતિમાં સફળતા પ્રાપ્ત કરનાર વિસ્તારની આ સિદ્ધિ ભવિષ્યમાં બાળ વૈજ્ઞાનિકો માટે પ્રેરણા રૂપ બનશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM