
રિપોર્ટ : બીના પટેલ
ચરોતર ગેસ ના ચેરમન ધર્મેન્દ્રભાઈ પટેલે ગ્રીન ફ્યુલ જેમ કે હાઇડ્રોજન પ્રોજેક્ટ પ્લાન્ટ તથા ટ્રાઇટોન ની બનાવટ ના ટુ,થ્રી અને ફોર વ્હીલસૅ ડિસ્ટ્રીબ્યુટર માટે આજે ચરોતર ગેસ ની ઓફિસે MOU કરવામાં આવ્યા. ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ચરોતર ગેસ હવે ફક્ત કુદરતી ગેસ સાથે હાઇડ્રોજન નું ઉત્પાદન તેમજ હાઇડ્રોજન દ્વારા ચાલતા વાહનોને પણ સમગ્ર ગુજરાત માં હાઇડ્રોજન ફિલિંગ કરવા માટે પહેલ કરેલ છે સમગ્ર ભારત માં પહેલો પ્લાન્ટ પ્રસ્થાપિત કરાશે. આ પ્રસંગે હિમાંશુભાઈ પટેલ,સીઈઓ અને ફાઉન્ડર ટ્રાયટોન ઇલેક્ટ્રિકલ વ્હિકલ USA દ્વારા હાઇડ્રોજન પ્રોજેક્ટ તેમજ હાઇડ્રોજન સ્કૂટર અંગે ની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તેમનો પ્રોજેક્ટ ખેડા ખાતે કાર્યરત છે.જેને આગળ વધારતા આગામી દિવસો માં ભુજ ખાતે માસિક 1000 જેટલા ટુ વ્હિલર વાહનો નું ઉત્પાદન કરવામાં આવશે જેને ક્રમાનુસાર વધારવા માં આવશે.વધુ માં તેઓ એ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે ચરોતર ગેસ સહકારી મંડળી નો અમને સહયોગ પ્રાપ્ત થયો છે .

આ પ્રસંગે હાઈપાવર ના સીઈઓ જય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાઇડ્રોજન ફયુલ થી પોલ્યુશન નહિવત થશે.જેનો ફાયદો પર્યાવરણ ને થશે. હાઇડ્રોજન વાહન તમામ પ્રકાર ના સલામતી ના પગલાં માં થી પસાર થઇ ને બજાર માં મુકવામાં આવેલ છે

ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ચરોતર ગેસ સહકારી મંડળી સમગ્ર ચરોતર પ્રદેશ માં ૨૫ વર્ષ કરતા વધારે સમય થી ઘરેલુ ઓદ્યોગિક તેમજ વાણિજ્ય, ક્ષેત્રે ગેસ પુરો પાડી રહી છે. જે હવે સમગ્ર ભારત માં સૌ પ્રથમ હાઇડ્રોજન ગેસ આધારિત વાહનો બનાવતી કંપની સાથે MOU કરી દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપશે.
આગામી બે વર્ષો માં હાઇડ્રોજન તથા ઇલેક્ટ્રિક થી ચાલતા, વાહનો આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ચાલુ કરાશે. તેમજ હાઇડ્રોજન પ્રોડક્શન પ્લાન્ટ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ ના દેશો જેવા કે સાઉદી અરેબિયા,દુબઈ,કતાર, ઓમાન,બહેરીન તેમજ સાઉથ આફ્રિકા ના દેશો,મોરક્કો તેમજ અન્ય એવા પંદર દેશો માં હાઇડ્રોજન ફ્યુલ નું ઉત્પાદન કરશે.આ પ્રસંગે ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવતાં કહ્યું હતું કે આપણાં માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ગ્રીન એનર્જી સાથે જીરો પોલ્યુશન અને સાથે સાથે લોકલ ફોર વોકલ નો મંત્ર સાકાર થશે. હાઇડ્રોજન સ્કૂટર જે ફક્ત ચાર મિનિટના ચાર્જીગ માં 190 કિલો મીટર જેટલી એવરેજ આપશે. કંપની આગામી સમય માં ટુ,થ્રી,અને ફોર વ્હીલર અને ભારે માલ વાહકો નું પણ ઉત્પાદન કરશે.

આ કાર્યક્રમ માં ટ્રાયટોન ફાઉન્ડર તથા સીઈઓ હિમાંશુભાઈ પટેલ USA, જયભાઈ પટેલ હાઈપાવર સિસ્ટમ UK, પીટર બાસ પેગાસસ USA, દારાસિંગ ગદી હોલ્ડિંગસ સાઉદી અરેબિયા તેમજ મયુર દેસાઈ પેગાસસ તેમજ ટી ચંદ્રમૌલી આ MOU સમયે ઉપસ્થિત રહ્યા હતા.

