ત્રણ જિલ્લામાંથી એક દિવસ ૮ ધતિંગબાજોનો જાથા પર્દાફાશ કરશે

ભારતભરમાં વિજ્ઞાન જાથા એકમાત્ર તટસ્થ રાષ્ટ્રીય સંસ્થા

– જામનગર–દેવભૂમિ દ્વારકા–પોરબંદર વિસ્તારના લોકો ધર્મના નામે છેતરપિંડી કરનારાની માહિતી મોકલે.
– આધાર પુરાવા સાથે વિડીયોગ્રાફી માહિતી ઉપયોગી સાબિત થશે.
– સમાજ સાથે છેતરપિંડી કરનારાને નાત–જાત–કોમ સાથે લેવાદેવા નથી.
– માહિતીની ખરાઈ કર્યા બાદ જ જાથા કાર્યવાહી કરશે.
– ભોગ બનેલા નાગરિક–પરિવારની હકિકત ધ્યાને લેવામાં આવશે.
– ભોગ બનેલાને સાથે રાખી પર્દાફાશ કરવામાં આવશે.

અમદાવાદ : ભારતભરમાં ભારત જન વિજ્ઞાન જાથા એકમાત્ર તટસ્થ–રાષ્ટ્રીય સંસ્થા છે જેઓ ૩૦ વર્ષથી વિજ્ઞાન પ્નચાર–પ્નસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી મીશનથી કરે છે. દોરા–ધાગા, મંત્ર–તંત્ર, ચમત્કાર, દિવ્ય–ચમત્કારિક શકિ્, ઈલમ, પ્નાર્થનાથી રોગ મટાડવા, ભભુતી કે મંત્રેલું પાણી, ગુપ્ત ધન, એકના ડબલ કે સ્મશાન કે અવાવરૂ જગ્યાઓ ઉપર વિધિ–વિધાન કરી ધાર્મિક છેતરપિંડી કરનારાઓને નૈતિક પડકાર, નાગરિક ધર્મ કે ભવિષ્યમાં ગુન્હો બનતો અટકાવવા માટે પોલીસ તંત્રને સાથે રાખી કાયદાની મર્યાદામાં કામગીરી કરવામાં આવે છે. નવેમ્બર ૩૦ મી સુધીમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર વિસ્તારમાં સમાજ સાથે ધર્મની આડમાં યેનકેન ધાર્મિક છેતરપિંડી કરનારાઓમાંથી એક જ દિવસમાં આઠ ધતિંગબાજોનો પર્દાફાશ કરવાનું જાથાએ નક્કી કરેલ છે. ભોગ બનેલા વ્યકિ્ કે પરિવારે આધાર–પુરાવા સાથે વિડીયોગ્રાફી કરી માહિતી મોકલવા જાહેરમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ત્રણ જિલ્લામાંથી રાગ–દ્વેષ વગરની, તટસ્થ માહિતી ધ્યાને લેવામાં આવશે. જાથા ખરાઈ કર્યા બાદ જ પોલીસ તંત્રને સાથે રાખી કાર્યવાહી કરશે. ખાસ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જાથા વર્ષોથી ધતિંગબાજોને એકવાર સુધરવાની તક આપી ફરિયાદ દાખલ કરતું નથી. પોતાના મન કે પરિવારને ધ્યાને રાખી અમુક ધતિંગબાજોએ દોરા–ધાગાનો છેતરપિંડીનો ધંધો બંધ કર્યો છે તેના અનેક દાખલા છે. જાથાના અનુભવ આધારે કાયદાથી અમુક તો ડરતા જ નથી. સમાજ, પરિવાર, કુટુંબ ખાતર ગોરખધંધા બંધ કરે છે તેવું જાથા માને છે. તેથી સમજાવટથી વિવેકપુર્ણ કાર્યવાહી કરવામાં આવે છે. જામનગર, ધ્રોલ, જોડીયા, ખંભાળીયા, લાલપુર, ભાટીયા, કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાણાવાવ તાલુકા આસપાસના ગામોમાં મંત્ર–તંત્ર કે યેનકેન ધાર્મિક છેતરપિંડી કરનારાની માહિતી મોકલવા જાથા અનુરોધ કરે છે.
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે છેલ્લા ૩૦ વર્ષમાં જાથા ઉપર એકપણ કેઈસ નથી. એકસો રૂપિયાનો આક્ષેપ કે નામ જાહેર કરી શકયા નથી. એકપણ પ્નકરણમાં ઢાંકપિછોડ કરવામાં આવ્યો નથી. એકપણ વ્યકિ્ નામ આપી શકયા નથી. એકપણ પ્નકારનો ડાઘ નથી, નાત–જાત કે કોમને ધ્યાને રાખી કદી પણ પર્દાફાશ કરવામાં આવતો નથી. અમુક હિતશત્રુઓ ખોટા ઉભા કરી ઈર્ષાપ્નેરિત આક્ષેપ કરે છે તેની સામે બહુધા સમાજ નફરતથી જોવે છે. ખોટા સોગંદનામા તો ગમે તેટલા બનાવી શકાય છે તે કોર્ટમાં માન્ય નથી. સમગ્ર ભારતમાં જાથા સંસ્થા લોકપ્નિય સાબિત થઈ છે જે સૌ કોઈ નજરે જોઈ શકે છે. મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *