ગુજરાત રાજયના પવિત્ર યાત્રાધામ એવા આપાજાલા ધામ-મેસરિયા મુકામે પૂજય સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ વિશાળ ધર્મસભા

તાજેતરમાં જિલ્લાના વાંકાનેર સીટીથી થોડે અંતરે આવેલ, ગુજરાત રાજયના પવિત્ર યાત્રાધામ એવા આપાજાલા ધામ – મેસરિયા મુકામે નૂતન મુખ્ય પ્રવેશદ્રાર તેમજ ધર્મશાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમ નિમિત્તે, સમગ્ર રાજયમાંથી પૂજય સંતો-મહંતો તેમજ અનેકવિધ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાવન પાંચળ ભોમકા અન્વયે ભજન, ભોજન તેમજ ભકિતના ત્રિવેણી સંગમને સાકાર કરી રહેલ શ્રી આપાજાલા ધામ-મેસરિયાના મહંતશ્રી બંસીબાપુના માર્ગદર્શન મુજબ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં અખિલ ભારતીય રબારી સમાજની વડગાદી દૂધરેજધામના મહામંડલેશ્વર મહંતશ્રી કણીરામબાપુ, દૂધઇધામના મેઘમંડલેશ્વર મહંતશ્રી રામબાલદાસબાપુ, મેસરીયાધામના વર્તમાન મહંતશ્રી બંસીબાપુ, વાળીનાથધામના પૂજય દશરથગીરીબાપુ, ભગવતગુરૂધામના મહામંડલેશ્વર મહંતશ્રી જગજીવનદાસબાપુ, થરાધામના પૂજય ભરતગીરીબાપુ, ઝાકધામના મહંતશ્રી ગણેશદાસબાપુ, ટીંટોડાધામના મહંતશ્રી લખીરામબાપુ, આપા રતાધામના મહંતશ્રી દિનકરદાસબાપુ, સાણંદધામના મહંતશ્રી હરદેવદાસબાપુ, ખરણાધામના મહંતશ્રી વજેરામબાપુ, દેત્રોજધામના મહંતશ્રી લખીરામબાપુ, બાલસાસણધામના મહંતશ્રી વિષ્ણુદાસબાપુ, સમઢીયાળાધામના મહંતશ્રી કનૈયાગીરીબાપુ, ઝેરીલાહનુમાનધામના મહંતશ્રી નિર્મલપૂરીબાપુ, આપા સાંગોયાધામના મહંતશ્રી રઘુનંદનદાસબાપુ, આપા અગિયારસીયાધામના મહંતશ્રી ઘનશ્યામદાસબાપુ, મદ્રીસણાધામના મહંતશ્રી બાલકદાસબાપુ જાનીવડલાધામના મહંતશ્રી ગોપાલગીરીબાપુ, શાપુરધામના મહંતશ્રી રણછોડગીરીબાપુ, મોટામાત્રાધામના મહંતશ્રી ભાણદાસબાપુ, ચોરવીરાધામના મહંતશ્રી શામળદાસબાપુ તેમજ અન્ય અનેકવિધ સંતો, ભુવાશ્રી સવા આતા – અદેપર, શ્રી રત્ના ભુવા – ચોટીલા તેમજ અગ્રણી આગેવાનો પૈકી મધુસુદન ડેરીના ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી – બોટાદ, સુરસાગર ડેરીના વાઇસ ચેરમેનશ્રી અલ્પેશભાઇ સાંબડ – ચોટીલા, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી હિરાભાઇ ટમાલિયા – મોરબી, શ્રી લગધીરભાઇ હણ – માંડવધાર, શ્રી વાલાભાઇ ખાંભલા – મોરબી, સરપંચશ્રી રણછોડભાઇ ત્રગટા – ધાંધલપુર, શ્રી ગેલાભાઇ ઘાંઘળ – ઇશ્વરીયા, સરપંચશ્રી જેઠાભાઇ મોરી – થોરીયાળી, ચેરમેન શ્રી અજયભાઇ સાંબડ – ચોટીલા, શ્રી કાનજીભાઇ ભુંભરીયા – મોરબી, સરપંચશ્રી રામભાઇ ખાંભલા – ગોતાણા, પૂર્વ સરપંચશ્રી ગોવિંદભાઇ દેસાઇ -જાલીડા, શ્રી ઘુઘાભાઇ ચાવડા – ભડલી, પૂર્વ સરપંચશ્રી ભુરાભાઇ ખાંભલા – સોખડા, શ્રી લાભુભાઇ બાર – કેરાળા, શ્રી હકાભાઇ રબારી – બોટાદ, શ્રી નારણભાઇ સાંબડ – નાના છૈડા, શ્રી ઘુઘાભાઇ ખટાણા તેમજ શ્રી જગાભાઇ રબારી – રાજકોટ ઉપરાંત સ્થાનિક વિસ્તારના તેમજ અન્ય પ્રદેશના અનેકવિધ આગેવાનોસહિત, સમાજના વિભિન્ન ક્ષેત્રના નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ, માતાઓ, ભાઇઓ-બહેનો…વિગેરે આ યજ્ઞરૂપી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જે પૈકી કેટલાકે આગેવાનોએ સમાજના વિકાસ માટે પોતાના વિચારો અને અનુભવો પણ વ્યકત કર્યા હતા. ખાસ તો સમાજના સારા અને સુધારવા જેવા પાસાઓને ધ્યાને લઇને તેમજ આવનાર સમયને લક્ષે લેતાં, દૂધરેજધામના મહામંડલેશ્વર મહંતશ્રી કણીરામબાપુ તેમજ દૂધઇધામના મેઘમંડલેશ્વર મહંતશ્રી રામબાલદાસબાપુએ સૌ ધર્મપ્રેમી સેવક-સમુદાયને રાષ્ટ્ર-નિર્માણમાં એક નાગરિક તરીકે યથાયોગ્ય યોગદાન આપવા અંગે પ્રેરક પ્રવચન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. અનેકવિધ દાતાશ્રીઓએ આ સત્કાર્યમાં પોતાનું વ્યકિતગત તેમજ સમસ્ત નેહ તરફથી આર્થિક યોગદાન પણ આપેલ હતું.
આ વિશાળ ધર્મસભામાં તમામ દાતાશ્રીઓ તેમજ શ્રી આપાજાલા ધામ-મેસરિયા વિશે ધાર્મિક ગીતના ગાયકશ્રી ધવલ રાયકાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદનીને આવકાર તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી મેસરિયાધામના કોઠારી પૂજય મગનીરામજી બાપુએ વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની આગવી શૈલીમાં ડો. ડી. બી. દેસાઇ – એડ્વોકેટ – ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ મારફતે કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક કાર્યને હેતુલક્ષી અને સફળ બનાવવા માટે કોઠારીશ્રી સુંદરદાસજીબાપુ, શ્રી ભગવંતદાસજી, શ્રી ગોપાલદાસજી, શ્રી ભગવાનદાસજી, શ્રી જીવણદાસજી, શ્રી ભકિતરામજી અને ધર્મસભા સમિતિના સૌ સંતો – સભ્યો તેમજ સેવક-સમુદાયે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *