“સાંકળચંદ પટેલ કૉલેજ ઓફ એન્જિનિયરીંગ, વિસનગરના પ્રથમવર્ષના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન”

સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન તા. ૨૦મી ઓક્ટોબર ૨૦૨૨ નારોજ મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલ હોટલમાં કરાયું હતું. ફ્રેશર પાર્ટીનું આયોજન સિનિયર વિદ્યાર્થીઓએ કર્યું હતુ. આ પાર્ટીમાં કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં પ્રોફેસર ડૉ. મનીષ પટેલ દ્વારા વિશેષ ધ્યાન રખાયું હતું.

     કાર્યક્રમની શરૂઆતમા બધા જ વિદ્યાર્થીઓએ જોકી ડી.જે. સાથે ડાન્સ કર્યો હતો. ત્યારબાદ બપોરનું ભોજન લેવામાં આવ્યુ હતું, ફ્રેશર વિદ્યાર્થીઓએ રેમ્પ વૉકમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત પેપર ઉપર કપલ ડાન્સ ની રમત રમાડવામાં આવી જેમાં બે વિદ્યાર્થીઓ વિનર થયા. જેમાંથી મિસ ફ્રેશર અને મિસ્ટર ફ્રેશર ની પસંદગી કરાઈ હતી. વિજેતાઓને શિલ્ડ અને આકર્ષક ભેટ આપી સન્માનિત કરાયા હતા.

   સમગ્ર કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટશ્રી ડૉ. ડી. જે. શાહે ફ્રેશર્સ પાર્ટીના સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિન્સિપાલશ્રી ડૉ. સંતોષ જી. શાહ દ્વારા આ ફ્રેશર્સ પાર્ટીના આયોજનમાં આયોજક તેમજ વિદ્યાર્થીઓને ખૂબ સહયોગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *