સંદીપભાઈ દેસાઈને સુરતની ચોર્યાસી બેઠક પરથી ભાજપની ટિકિટ મળતાં ચારેબાજુ આનંદનો મહાસાગર

ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ શરૂ કરનાર સંદીપભાઈ દેસાઈને સુરતની ચોર્યાસી બેઠક પરથી ભાજપની ટિકિટ મળતાં ચારેબાજુ આનંદનો મહાસાગર ઉમટી પડયો છે. સુરત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે એમની કામગીરી તેઓ ખૂબ જ સફળતા પૂર્વક કરી રહયા છે.રાત-દિવસ જોયા વિના કામ કરીને જિલ્લાનું સંગઠન મજબૂત બનાવ્યું છે. જિલ્લાભરમાં થયેલા બધાંજ નાના- મોટાં કાર્યક્રમોની સીધી દેખરેખ રાખીને ભવ્ય સફળતા અપાવી છે. સૌ નાના-મોટા કાર્યકરોને સાથે લઈને ચાલતાં સંદીપભાઈ એક કુશળ સંગઠક છે. સંગઠનની સાથે તેઓ વિકાસના કામો કરવામાં પણ પૂરતું ધ્યાન આપી રહયા છે. જેથી આમજનતામાં તેમની લોકપ્રિયતા ખૂબ જ ઊંચી છે. ગુજરાત ભાજપના સુપ્રિમો સી.આર. પાટીલના માર્ગદર્શન મુજબ સંદીપભાઈ કામ કરી રહયા છે. ટિકિટ જાહેર થતાં સંદીપભાઈ પર અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. તેઓને જંગી મતોથી જિતાડવા કાર્યકરો તૈયાર છે….
કમલમ — સંજય પટેલ (બારડોલી)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *