ઘાટલોડિયા વિઘાનસભાના ઉમેદવાર મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભર્યુ.

શૈશવ રાવ. રાજપીપળા

ઉમેદવારી પત્રક ભરતા પહેલા શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે જંગી જનસભા સંબોધી.

ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

– શ્રી અમિતભાઇ શાહ

આજે શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયામાં રબારી સમાજ પણ લાલ ચટક પાઘડી પહેરીને આવ્યો છે.

– શ્રી અમિતભાઇ શાહ

1995 થી 2022 નો આ સમયગાળો, માત્ર ગુજરાત નહીં પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં સાશન કેવી રીતે થાય એનું ઉદાહરણ રહ્યું.

– શ્રી અમિતભાઇ શાહ

મેં જુવાનીમાં જોયું છે 3 વર્ષ દુકાળ હતો, કોંગ્રેસની સરકાર હતી, ગાંધીનગરથી રાજકોટ પાણીની ટ્રેન દેખાડો કરવા મોકલતા.

– શ્રી અમિતભાઇ શાહ

હું તો અહીં 25 વર્ષ ધારાસભ્ય રહ્યો, આ વિસ્તાર બનતા જોયો છે.

– શ્રી અમિતભાઇ શાહ

અરે રાહુલ બાબા જાન્યુઆરી 24 ની ટીકીટ કઢાવો, રામ મંદિર ભવ્ય બની રહ્યું છે. – શ્રી અમિતભાઇ શાહ

ભુપેન્દ્રભાઇનો એવો વિજય થવો જોઇએ કે, કોંગ્રેસને આવતી વખતે ઉમેદવાર મળતા અઢી મહિના થાય – શ્રી અમિતભાઇ શાહ

મોદી સરકારે અમદાવાદથી મુંબઈ સાથે 8 હાઇવે બનાવી, વિકાસ લોકો સુધી પહોંચાડ્યો. – શ્રી અમિતભાઇ શાહ

અમે નર્મદા લાવ્યા, દરવાજા લગાવી, 13 હજાર ગામડાઓમાં પાણી પહોંચાડી, પાણીની અછતથી રાજ્યને મુક્ત કર્યું.

– શ્રી અમિતભાઇ શાહ

ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે.

– શ્રી અમિતભાઇ શાહ

2022ની ચૂંટણીમાં જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે, બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે.

– શ્રી અમિતભાઇ શાહ

કોંગ્રેસના રાજમાં ગુજરાતમા 365 દિવસમાંથી 250 દિવસ તો કરફ્યુ રહેતો હતો અને આજે ભાજપના શાસનમાં 20 વર્ષના છોકરાને ખબર પણ નહી હોય કે કરફ્યુ કોને કહેવાય. – શ્રી અમિતભાઇ શાહ

ચૂંટણીના દિવસે જંગી સંખ્યામાં ભાજપ તરફ મતદાન કરી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને ઐતિહાસિક વિજય અપાવજો.- શ્રી અમિતભાઇ શાહ

આ વખતે તો બેનરો માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ આ કોંગ્રેસ તો 1990 થી સત્તામાં જ નથી કામ કેવી રીતે બોલે . – શ્રી અમિતભાઇ શાહ

પહેલા જે રમખાણોએ ગુજરાતની છબી બગાડી તે રમખાણો હવે ભૂતકાળ થઇ ગયા છે આજે કોઇની હિમંત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરે.

– શ્રી અમિતભાઇ શાહ

સોમનાથથી અયોધ્યા યાત્રા કરી હતી, મંદિર વહી બનાએંગે કહ્યું હતું, જ્યાં પ્રભુનો જન્મ થયો ત્યાં મંદિર બને.– શ્રી અમિતભાઇ શાહ

ત્રીપલ તલાક વર્ષોથી આપણે હટાવવાની વાત કરી હતી, મોદીજીએ કરી બતાવ્યું. – શ્રી અમિતભાઇ શાહ

370 કલમનું બિલ લઈને ઉભો થયો ત્યારે મમતા, બસપા બધા કાઉ કાઉ કરતા. – શ્રી અમિતભાઇ શાહ

લોહીની નદીઓ વહી જશે એવો ડર બતાવતા, અરે કોઈએ કાંકરી નથી ફેંકી. – શ્રીઅમિતભાઇ શાહ

અર્થતંત્રને 11 નંબરથી 5 પર લાવ્યા. – શ્રી અમિતભાઇ શાહ

આજે ફોર્મ ભરવા જઇ રહ્યા છીએ ત્યારે આપણા લોકલાડિલા સાંસદ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ઘાટલોડિયા મતક્ષેત્રના દરેક નાગરિકો મારા પરિવાર જન છે, ભાજપ હંમેશા એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

વિકાસના કામમાં ગુજરાતની જનતાની પણ ભાગીદારી છે અને એટલે જ આજે દરેક ગુજરાતીને એ ભાવના થાય કે આ ગુજરાત મે બનાવ્યું છે.

– શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ઘાટલોડિયા વિઘાનસભા બેઠક પર આજરોજ ગોતા પ્રાંત કચેરીથી ઉમેદવારી પત્ર ભર્યુ. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયામાં દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાઘુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી પત્રક ભરતા પહેલા શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે શ્રી દાદા ભગવાનની પૂજા-અર્ચના કરી ત્યાર બાદ ભવ્ય રોડ-શો પણ યોજાયો અને ઘાટલોડિયા મધ્યસ્થ કાર્યાલયનો પણ પ્રારંભ કરાવ્યો.

શ્રી અમિતભાઇ શાહ સાહેબે સૌ કાર્યકરોને માર્ગદર્શન આપતા પહેલા ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરતા જણાવ્યું કે , ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીના ઉમેદવાર પત્રક ભરવા ખૂબ મોટી સંખ્યામાં જુદા- જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જયો છે. ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. જયારે ગુજરાતની જનતા સામે બે હાથ ફેલાવ્યા ત્યારે તેમને ખૂબ આશિર્વાદ આપ્યા. 1990થી એક પણ ચૂંટણી કે જે લોકસભાની હોય કે વિધાનસભાની ગુજરાતની જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. 2022ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે. 1995 થી 2022 આ સમય ગાળો ન માત્ર ગુજરાત અને દેશભરના લોકતાંત્રિક ઇતિહાસની અંદર શાસન કેવી રીતે થાય તેનું ઉદાહરણ સાબિત કરવાનો સમય છે.

શ્રી અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, આ એ જ ગુજરાત છે કે જેણે 1985 થી 1995 સુઘી દસ વર્ષ સુધી કોમી હુલ્ડથી પીડાતુ,પિખાતી વેદનાનો અનુભવ કર્યો છે ગુજરાતે. 365 દિવસ 250 દિવસ તો કરફ્યુ રહેતો હતો અને આજે 20 વર્ષના છોકરાને ખબર પણ નહી હોય કે કરફ્યુ કોને કહેવાય… પહેલા જે રમખાણોએ ગુજરાતની છબી બગાડી તે રમખાણો હવે ભૂતકાળ થઇ ગયા છે આજે કોઇની હિમંત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરે. પહેલા ગુજરાતમાં તૂષ્ટીકરણનો માહોલ હતો આજે ન્યાયનો માહોલ બનાવવાનું કામ ભાજપે કર્યુ. 2013 થી 2022 નો સમય જનતાના વિશ્વાસના આધારે પરિણામ લાવવાનો પ્રયાસ કર્યો. ગામાડામાં પહેલા સાત કલાકથી વધારે વિજળી નહતી મળતી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આજે 24 કલાક વિજળી મળે છે. કોંગ્રેસની સરકારમાં પહેલા ગાંઘીનગરથી રાજકોટ પાણીની ટ્રેન મોકલતા હતા. ગુજરાતમાં નર્મદા યોજના પુરી કરી અને ગુજરાતમાં ભાજપની સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યુ છે.

શ્રી અમિતભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે , હું ઘાટલોડિયાથી 25 વર્ષ ધારાસભ્ય રહ્યો આ વિસ્તારને બનતા મે જોયો છે. આજે રસ્તાઓ, બ્રિજ, ગટર, વિજળી, પાણીના કામો આજે ગુજરાના દરેક શહેરોમાં થયા છે. આજે કોંગ્રેસીઓ દરેક ચૂંટણીમાં કહે છે કે અમારી સરકાર બનશે અને આ વખતે તો બેનરો માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ આ કોંગ્રેસ તો 1990 થી સત્તામાં જ નથી કામ કેવી રીતે બોલે. ભાજપે કરેલા દરેક કામો કોંગ્રેસે તેની જાહેરાતમાં સોનિયાબહેનના ફોટા લગાડી લખી દીધા આ ગુજરાતને કોંગ્રેસ શું સમજે છે ? સોમનાથથી અયોધ્યા યાત્રા લઇ નિકળ્યા હતા અને આખા દેશમાં સંદેશ મોકલ્યો હતો કે મંદિર વહી બનાયેગે… પ્રભુ શ્રી રામના જન્મ સ્થળે ભાજપે મંદિર બનાવ્યુ. કોંગ્રેસ વાળા પાછા આપણને કહે કે મંદિર વહી બનાયેગે તીથી નહી બતાયેગે…. પણ કોંગ્રેસીયાઓને કહેજો કે જાન્યુઆરી 2024માં રામ મંદિરના દર્શન કરી શકશે. ભાજપે લોહિનું એક ટીપુ વહાવ્યા વગર મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. ભાજપે જમ્મુ કાશ્મીરથી કલમ 370 ને એક જટકે નાબુદ કરી નાખી. આજે આપણુ કાશ્મીર આન,બાન અને શાન સાથે ભારત માતાના મુગટ મળીની જેમ ભારત સાથે જોડી દીધું છે. ભાજપે ત્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લીમ બહેનોની જીંદગી સુઘારી દીધી.

શ્રી અમતિભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં શિક્ષણનું મોડલ જોવું હોય તો તે ગુજરાતમાં, સ્વાસ્થ્યનું મોડલ, ઇન્ફાસ્ટ્રકચનું મોડલ,પંચાયતી રાજનું મોડલ ગુજરાતમાં છે. આજે ગુજરાતની વણ થંભી વિકાસની ગાથા અવિરત ચાલુ છે. આ ગુજરાતની જનતા બધુ જાણે છે. યુક્રેન અને રશિયાના ચાલુ યુદ્ધને અટકાવી આપણા વિદ્યાર્થીઓને પાછા લાવવા તે કામ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઇક કરી આંતકવાદ સામે ભારતને સુરક્ષીત રાખવાનું કામ કર્યુ છે. ગુજરાતની જનતાએ સમગ્ર દેશની જનતાને રસ્તો બતાવ્યો છે. આ ગુજરાતે સમગ્ર દેશને સુરક્ષા,શાંતિ અને વિકાસ કેવી રીતે થાય તે બતાવ્યું છે અને આજે કોંગ્રેસના લોકો ફરી નવા કપડા પહેરી આવી ગયા છે. ઘાટલોડિયામાં શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પ્રચંડ વિજય એ ગુજરાતથી શરૂ થયેલ ભારતની વિકાસયાત્રાનું સર્ટીફિકેટ હશે. જંગી સંખ્યામાં ભાજપ તરફ મતદાન કરી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને વિજય બનાવવા હાંકલ કરી.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ઘાટલોડિયા વિઘાનસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા જઇ રહ્યા છીએ ત્યારે આપણા લોકલાડિલા સાંસદ, દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે. ઘાટલોડિયા મતક્ષેત્રના દરેક નાગરિકો મારા પરિવારજન છે. ભાજપ હંમેશા એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે. ગુજરાત આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. વિકાસના આ પંથમાં ગુજરાતની જનતાનો સાથ અને સહકાર રહ્યો છે. વિકાસના કામમાં ગુજરાતની જનતાની પણ ભાગીદારી છે અને એટલે જ આજે દરેક ગુજરાતીને એ ભાવના થાય કે આ ગુજરાત મે બનાવ્યું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM