અરવલ્લીની ભિલોડા વિધાનસભા માટે ભાજપ ઉમેદવાર શ્રી પી.સી. બરંડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ભિલોડા 30 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર પી.સી.બરંડા નિવૃત આઇ.પી.એસ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભિલોડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી 5000 હજાર થી વધુ કાર્યકર્તાઓ સાથે જંગી રેલી સ્વરૂપે ભિલોડા મામલતદાર ઓફીસ પહોંચી પોતાનું ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા રાજયસભાના સાંસદ રમીલાબેન બારા, ભિલોડા તાલુકા મંડલ પ્રમુખ કાંતિભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વિક્રમભાઈ પટેલ, કેવલ જોષીયારા, રાજુભાઇ નીનામાં, નિલાબેન મોડિયા, જિલ્લા સદસ્ય રસિકા બેન, તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ નિનામાં, ભિલોડા ગ્રામપંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી તેમજ તાલુકા પંચાયત સદસ્યો તમામ મોરચા ના હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *