શ્રીમતી રીટાબેન પટેલ તા.૧૭-૧૧-૨૦૨૨, ગુરુવારે બપોરે ૧૨.૩૯ કલાકે કલેકટર કચેરી, સેક્ટર ૧૧ ગાંધીનગર ખાતે નામાંકન પત્રક દાખલ કરશે.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલ તા.૧૭-૧૧-૨૦૨૨, ગુરુવારે બપોરે ૧૨.૩૯ કલાકે કલેકટર કચેરી, સેક્ટર ૧૧ ગાંધીનગર ખાતે નામાંકન પત્રક દાખલ કરશે. આ પ્રસંગે સાંસદશ્રી હસમુખ પટેલ, મહાનગરના અધ્યક્ષશ્રી રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલના નામાંકન દાખલ કર્યા પૂર્વે સવારે ૧૦.૦૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય શ્રી કમલમ, સે-૨૧ ખાતેથી ભવ્ય રેલીનું પ્રસ્થાન થશે જે સે.૨૧ શાક માર્કેટ- પંચદેવ મંદિર-(ચ-૬ સર્કલ)- (ચ-૭ સર્કલ)-(ઘ-૬ સર્કલ)-ચરેડી-પેથાપુર ચોકડી-(ઘ-૭ સર્કલ)-(ઘ-૫ સર્કલ)-(ઘ-૪ અન્ડરપાસ)-ઉમિયા માતાજી મંદિર સે.૧૨ થઈ કલેકટર કચેરી પહોંચશે જ્યાં શ્રીમતી રીટાબેન પટેલ ઉમેદવારી નોંધાવશે. આ ભવ્ય રેલીમાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *