વડોદરા શહેર અને જિલ્લાના 1330 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટીંગ કરાશે

રિપોર્ટ : ચિરાગ પાંડેય
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી બીજા તબક્કામાં તા.૫ના રોજ અને મતગણતરી તા.૮મીએ યોજાશે.

વડોદરા શહેર જિલ્લાની ૧૦ બેઠકો ઉપર પુરુષ ૧૩,૩૧,૧૭૪, મહિલા ૧૨,૭૦,૮૭૫ અને અન્ય ૨૨૩ સહિત કુલ ૨૬,૦૨,૨૭૨ મતદારો નોંધાયા છે. સાવલી વિધાનસભા બેઠક પર ૨૭૩, વાઘોડિયામાં ૨૮૮, ડભોઈમાં ૨૭૦, વડોદરા (શહેર)માં ૨૬૨, સયાજીગંજમાં ૨૬૧, અકોટામાં ૨૪૬, રાવપુરામાં ૨૮૧, માંજલપુરમાં ૨૧૭, પાદરામાં ૨૪૬ અને કરજણમાં ૨૪૬ સહિત કુલ ૨૫૯૦ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર જિલ્લાના કુલ ૧૩૩૦ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જેમાં સાવલી વિધાનસભા બેઠક પર ૧૩૭, વાઘોડિયામાં ૧૫૨, ડભોઈમાં ૧૩૫, વડોદરા (શહેર)માં ૧૩૧, સયાજીગંજમાં ૧૩૦, અકોટામાં ૧૨૮, રાવપુરામાં ૧૫૯, માંજલપુરમાં ૧૧૨, પાદરામાં ૧૨૩ અને કરજણમાં ૧૨૩ સહિત કુલ ૧૩૩૦ મતદાન મથકો ઉપર લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.

આ ઉપરાંત વિધાનસભા બેઠક દીઠ સાત લેખે ૭૦ સખી મતદાન મથકો, ૧૦ આદર્શ, ૧૦ દિવ્યાંગ સંચાલિત, ૧૦ ગ્રીન મતદાન મથકો ઊભા કરાશે. સયાજીગંજ વિધાનસભા મત વિભાગમાં એક યુવા મતદાન મથક ઉભુ કરવામાં આવશે. જેનું સંચાલન ૧૮ થી ૨૯ વર્ષના યુવા અધિકારી કર્મીઓ દ્વારા કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *