ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા ના સહ પ્રભારી સુધીર ગુપ્તાજી ના અધ્યક્ષ સ્થાને શક્તિકેન્દ્ર ના સંયોજકો અને પ્રભારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાતપ્રદેશ ભાજપા સહ પ્રભારી સુધીર ગુપ્તાજી એ ડાંગ જિલ્લા ભાજપાનું મજબૂત સંગઠનની પ્રસંશા કરીહતી.આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોય છે, ભારતીય જનતા પાર્ટી નો નારો સબકા સાથ સબકા વિકાસ, ના સૂત્ર સાકાર કરી દેશનો વિકાસ થયો છે. દેશની પછાત જાતિ ની મહિલા ને દેશ ના સર્વોચ્ચ સ્થાને બેસાડી ઉત્તમ ઉદાહરણ બેસાડ્યો છે. દેશના વડાપ્રધાને સબકા સાથ સબકા વિકાસ ના સૂત્રને  સાર્થક કરી બતાવ્યું છે.ગરીબ બાળકોને શિક્ષણ ની ભૂખ ઉઘડે તે માટે સર્વ શિક્ષા અભિયાન સહીત મધ્યાન ભોજન યોજના અમલમાં લાવી બાળકોને શિક્ષણ થી સજ્જ કરાયું. બાળકોને પોલિયો મુક્ત કરવા વિશેષ અભિયાન ચલાવી પોલિયો મુક્ત ભારત બનાવી લોકોને રોગ મુક્ત કરાવ્યું. કોરોના મહામારી વચ્ચે સૌ પક્ષ પોતાની સુરક્ષા માટે ઝ્ઝમતી હતી, જયારે ભાજપે ગરીબ લોકોને ભૂખમરા થી બચાવવા મફત અનાજ અને મફત વેક્સીન વિતરણ કરી લોકોની કસોટીમા ખરી ઉતરી છે.આઝાદી ના 75મી આઝાદી ની અમૃત મહોત્સવ નિમિતે દેશના દીર્ઘદ્રષ્ટાં વડાપ્રધાને અગણિત વિકાસ ના કામો કર્યા છે.દેશની સરહદ મજબૂત કરવા અધ્યતન શસ્ત્રો થી સજ્જ કર્યા છે. દેશ આધુનિક સમય સાથે કદમ મિલાવી ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું છે. દેશ ભાજપા પર ભરોસો કરે છે,લોકોનો ભરોસો વિશ્વાશમાં ફેરવવા  પાર્ટીના દરેક કાર્યકર્તાએ નરેન્દ્રભાઈ મોદીને સાથ આપવું જરૂરી બન્યું છે. આ વિધાનસભા મા ભાજપા ઉમેદવાર ને જંગી બહુમતી થી વિજયી બનાવી કમળ ખિલાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સંગઠન પ્રભારી સીતાબેન નાયક, પ્રમુખ દશરથભાઈ પવાર, વિજયભાઈ પટેલ, કુંવરજી, મંગળ ગાંવિત, બાબુભાઇ ચૌર્ય, પ્રદેશ પ્રવાસી કાર્યકર્તા લક્ષમણ શાહુજી, વિસ્તારક દુર્ગેશ તિવારી,મહામંત્રી ઓ રાજેશભાઈ ગામીત,કિશોરભાઈ ગાંવિત, હરિરામ સાવંત, સહીત મોટીવિવિધ મોરચા  સંગઠન ના પદાધિકારી ઓ, કાર્યકર્તા ઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *