ગાંધીનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલને લોકસંપર્ક દરમિયાન મળી રહ્યો છે ઠેર ઠેર આવકાર

આજરોજ સેક્ટર-૨, સેક્ટર-૩, ૩ એ ન્યુમાં બપોર સુધી જનસંપર્ક કર્યો હતો તેમજ સેક્ટર-૪એ-બી, સેક્ટર ૫ અને ૫(બી) સહિતના વિસ્તારમાં જનસપર્કનું કરાયું આયોજન.

શ્રીમતી રીટાબેન પટેલ તબક્કાવાર રીતે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં લોકસંપર્ક અને ગ્રૂપ મિટીંગ કરશે.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ઉત્તર વિધાસભાના ઉમેદવાર શ્રીમતી રીટા પટેલે લોકસંપર્ક રાઉન્ડ અંતર્ગત સેક્ટર-૨, સેક્ટર-૩, ૩ એ ન્યુમાં બપોર સુધી જનસંપર્ક કર્યો હતો તેમજ સેક્ટર-૪એ-બી, સેક્ટર ૫ અને ૫(બી) સહિતના વિસ્તારમાં સાંજે લોકસંપર્ક કરશે. સમગ્ર પ્રચાર અભિયાનમાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક રહીશોએ ઠેર ઠેર ભાજપના ઉમદેવાર શ્રીમતી રીટા પટેલનું ઉમળકાભેર સ્વાગત કરી સમર્થન પ્રદાન કર્યું હતું અને તેમના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *