




બ્યુરો રિપોર્ટ-સીમા ભટ્ટાચાર્ય- વલસાડ
ધમરપુર તાલુકામાં પ્રચાર અર્થે તીસ્કરી તલાટ (હરેશભાઇ ના ઘરે) ગામે આપણા ધરમપુર 178 વિધાનસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રી અરવિંદભાઈ સી.પટેલ જે જંગી બહુમતી થી જીતી ને ભાજપ નું કમળ ખીલવા માટે નો વિશ્વાસ મતદાતાઓએ કર્યો. તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો અને સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.
ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ પાછલા ટર્મમાં ભાજપ માટે જીત હાંસલ કરી હતી અને ધરમપુરના પ્રજાના વિશ્વાસમાં હજી એક કમળ ખીલાવ્યો હતો.
સતત કાર્યશીલ અને કર્તવ્ય સંપૂર્ણ કરવા માટે જાણીતા એવા આપણા અરવિંદભાઈ પટેલ જે ધરમપુર તાલુકાના આદિવાસીઓ માટે ખૂબ સકારાત્મક કાર્ય કરી રહ્યા છે પોતે શિક્ષણ સંસ્થાથી જોડાયેલા વ્યક્તિ હતા અને પોતે ધરમપુરના જ નિવાસી છે માટે ધરમપુરના આદિવાસીઓ માટે એમને પ્રજાના હૃદય સુધી ફક્ત અને ફક્ત એ પોતે કર્તવ્ય પૂરા કરીને અને એમના દરેક પ્રશ્નોને સાંભળીને સંપૂર્ણ રીતે પૂરા કરવામાં વિશ્વાસ રાખે છે.
આજે વલસાડના ધરમપુર તાલુકાના વિસ્તારના દરેક રસ્તાઓ દરેક માર્ગો સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા છે.
ધરમપુર જ્યારે કપડા સાથે જોડાયેલો હતો ત્યારથી એશિયાનો સૌથી મોટો તાલુકા ગણાતો હતો અને ખૂબ જંગલ વિસ્તાર હોવાના કારણે ત્યારે સાગના લાકડા ખૂબ ઉપયોગી ગણાય છે.
આદિવાસીઓના પ્રજાના હૃદય સુધી પહોંચવું એમના માટે પણ સહેલું ન હતું.
કારણ આદિવાસીઓ પણ જાણે છે કે આપણા નેતા જે આપણા વચ્ચે રહીને જે રીતે કાર્ય કરશે આપણા પ્રશ્નોનો હલ લાવશે તે કોઈ પારકા વ્યક્તિ ન કરી શકે.
અરવિંદભાઈએ સંપૂર્ણ પાંચ વર્ષ સુધી એટલે કે એક ટર્મ સુધી સતત કાર્યરત રહ્યા.
આ વખતે ફરી એકવાર ધરમપુર તાલુકા થી ચૂંટણીના મેદાનમાં વિધાનસભાના ચૂંટણી માટે લડી રહ્યા છે.

