શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની અધ્યક્ષતામાં ભાજપ સંગઠને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરાયેલ અપમાનજનક ટિપ્પણીનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અશોભનીય અને અપમાનજનક શબ્દોના કરેલા ઉપયોગનો વિરોધ દર્શાવવા મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની અધ્યક્ષતામાં શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓએ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને કોંગ્રેસની નિન્મસ્તરની રાજનીતિને એક અવાજમાં વખોડી હતી.