


રિપોર્ટ ઇકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક બોલાવી હતી અને ચાર વિધાનસભાના આર.ઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી ૫મી ડિસેમ્બર ૨૦૨૨ના સોમવારના રોજ કર્મચારી-કામદારોની સવેતન રજા આપવાની રહેશે અને તેનો ચુસ્ત અમલવારી કરવા સાથે ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું. નગરપાલિકા તથા ફેક્ટરીમાં કામ કરતા મોલમાં કામ કરતાં બાંધકામ સાથે સંકળાયેલા તમામ શ્રમિકોને કોઈપણ જાતના પગાર કપાત વિના કે કોઈ અવેજી રજા વિના મતદાન માટે રજા આપવાની રહેશે. તે અંગે એસોસિએશનને જાણ કરવી જિલ્લાના તમામ વિસ્તારને આ લાગુ પડશે.
ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગારીનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ ૨૦૧૯ કારખાના અધિનિયમ ૧૯૪૮ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ ૧૯૯૬ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૩(બી) મુજબ સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ-કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના પુરેપુરા હકદાર રહેશે. તેઓનો પવિત્ર તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે આ માટે જિલ્લા કલેકટરશ્રી દ્વારા કામદારો સાથે સંકળાયેલા કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ તથા બેંક એલ.આઇ.સી,બી.એસ.એન.એલ સેન્ટ્રલ એક્સાઇઝ, ટપાલ વિભાગ નગરપાલિકા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અમલીકરણ અધિકારીઓને ખાસ સુચના આપી ધ્યાન રાખવા જણાવ્યું અને મતદાનના દિવસે રેન્ડમલી ચેક કરવા પણ જણાવ્યું હતું.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી પ્રત્યે વિરુદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે .મતદાનના દિવસે આ અંગે કોઈ પણ સંબંધીત ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારીશ્રી એ.વી પટેલ મદદનીશ શ્રમ આયુક્ત હિંમતનગરને ફોન નંબર ૦૨૭૭૨-૨૪૦૬૨૭ પર સંપર્ક કરી શકશે. તેમજ ડીઝાસ્ટએ શાખા કંટ્રોલરૂમ ફોન નંબર ૧૮૦૦૨૩૩૬૦૧૫ પણ જાણ કરી શકાશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી દિપ્તિબેન પ્રજાપતિ, પ્રાંત અધિકારી શ્રી અનિલ ગોસ્વામી, હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી નવીન પટેલ, એલ.આઇ.સી, બી.એસ.એન.એલ. પ્રોહીબિશન, બેંક ઓફ બરોડાના મેનેજર સેન્ટ્રલ એક્સસાઇઝ ટપાલ વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિધાનસભા મતવિભાગના આર.ઓ પ્રાંતઅધિકારી અને નગરપાલિકાના અધિકારી કર્મચારી આ બેઠકમાં જોડાયા હતા.
