વડોદરા શહેર અને જિલ્લામાં રવિવારે ૬૨૨ વાહનોમાં બેસી ૧૩ હજાર ચૂંટણીકર્મીઓ બૂથે પહોંચશે

મુક્ત અને ન્યાયી ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો: કલેકટર શ્રી અતુલ ગોરની તમામ આરઓ સાથે બેઠક

 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૫.૧૨.૨૦૨૨ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી યોજાનાર છે. જ્યારે મતગણતરી તા.૦૮.૧૨.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લાની દસ બેઠકો માટેની ચૂંટણી અંગે મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

        જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરે જણાવ્યું કે તા.૪.૧૨.૨૦૨૨ ના રોજ શહેર જિલ્લાની વિધાનસભા મત વિભાગના નિયત ૧૦ રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવશે. જિલ્લામાં ૨૫૯૦ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. મતદાન સામગ્રી મતદાન મથકો ખાતે પહોચાડવા માટે ૨૮૩ રૂટ નિયત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં બેલેટ યુનિટ ૩૯૨૪, કંટ્રોલ યુનિટ ૩૯૨૪ અને ૫૩૬૭ વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીમાં ૧૩૮૫૦ પુરુષ અને ૭૮૮૫ મહિલા સહિત કુલ ૨૧,૭૩૫ ચૂંટણી કર્મીઓ ફરજ બજાવશે. જેમાં ૨૬૪ મોટી બસ, ૧૦૦ મીની બસ,૨૫૮,જીપ સહિત ૬૨૨ વાહનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. તમામ રૂટ પર ૨૮૩ ઝોનલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે.    શ્રી અતુલ ગોરે જણાવ્યું કે શહેર જિલ્લાના ૧૩૩૦ મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.   મતદાન દરમ્યાન શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એટલુ જ નહિ મતદાન મથકોથી નિયત અંતર સુધી મતદારો અને ચૂંટણી કામે રોકાયેલા અધિકારી કર્મીઓ સિવાયના અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.   મતદાન પૂર્વે દસેય બેઠકના પ્રતિપ્રેષક અધિકારીઓ સાથે   યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં શ્રી ગોરે ચૂંટણી વ્યવસ્થાપન અંગેની બારીકાઈથી સમીક્ષા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *